Coronavirus: ચીનમાં જ કોરોના વાયરસ બન્યો અને વિશ્વમાં લીક થયો, અમેરિકાએ કર્યો મોટો ઘટસ્ફોટ
Covid-19: કોરોના એક એવો વાયરસ છે જેને દુનિયામાં તબાહી મચાવી દીધી છે. કોરોના વાયરસ વિશે ઘણા સમયથી ચર્ચાઓ-આશંકાઓ ચાલી રહી હતી કે તે ચીનની કોઈ લેબમાંથી બહાર આવ્યો હોવો જોઈએ પરંતુ હવે આ અંગે અમેરિકાના એક નવા રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ થયો છે.
Coronavirus: કોરોના એક એવો વાયરસ છે જેને દુનિયામાં તબાહી મચાવી દીધી છે. કોરોના વાયરસ વિશે ઘણા સમયથી ચર્ચાઓ-આશંકાઓ ચાલી રહી હતી કે તે ચીનની કોઈ લેબમાંથી બહાર આવ્યો હોવો જોઈએ પરંતુ હવે આ અંગે અમેરિકાના એક નવા રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ થયો છે. અમેરિકાના તાજેતરના એક રિસર્ચમાં સામે આવ્યું છે કે વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાઇરસની શરૂઆત ચીનમાંથી જ થઇ હતી, ચીનની એક લેબમાંથી આ વાઇરસ લીક થઇ ગયો હતો, અને ચીનમાં ફેલાયા બાદ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું હતું. એટલે કે ચીનમાં જ આ વાઇરસ બન્યો હતો જેણે લાખો લોકોનો ભોગ લીધો હતો. આ સાથે જ એમ પણ કહેવામાં આવે છે કે આ વાઇરસ ચીનના શસ્ત્ર કાર્યક્રમનો ભાગ નહોતો. એટલે કે આ વાયરસનો ઉપયોગ હથિયાર બનાવવાના ભાગરૂપે કરવામાં આવતો નહોતો. WHO અનુસાર, કોરોના વાયરસના કારણે વિશ્વમાં અત્યાર સુધીમાં 70 લાખ લોકોના મોત થયા છે.
આ બાબતે અમેરિકાએ પણ ઘણા ખાંખાખોળા કર્યા છે. નેશનલ ઈન્ટેલિજન્સ એવરિલ હેન્સના ડિરેક્ટરના કાર્યાલયનો એક દસ્તાવેજ આ વાયરસના ઉદભવ સાથે જોડાયેલો હતો. કોરોના વાયરસની ઉત્પત્તિ અંગે બે વિરોધાભાસી સિદ્ધાંતો છે. પહેલો એ કે તે અજાણ્યા પ્રાણીથી માણસો સુધી પહોંચ્યો છે અને બીજું કે તે વુહાનમાં ચીનની રિસર્ચ લેબમાંથી લીક થયો છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ સૌપ્રથમ ચીનમાં જોવા મળ્યો હતો. વર્ષ 2020 ની શરૂઆતમાં, તે લગભગ આખી દુનિયામાં ફેલાઈ ગયો હતો. કોરોનાના કારણે સમગ્ર વિશ્વમાં સપ્લાય ચેઈન ખોરવાઈ હતી. ઊર્જા વિભાગના અહેવાલો અન્ય ચાર અમેરિકન ગુપ્તચર એજન્સીઓના અહેવાલોથી વિપરીત છે. બે એજન્સીઓએ તારણ કાઢ્યું હતું કે રોગચાળો પ્રકૃતિમાં ચેપગ્રસ્ત પ્રાણીથી ફેલાય છે. તે જ સમયે, બંને એજન્સીઓ કોઈ નિર્ણય પર પહોંચી ન હતી.
મોતની ખુરશી! 300 વર્ષ જુની ખુરશીએ લીધો છે 63 લોકોનો ભોગ, જાણો શ્રાપિત ખુરશીની કહાની
આ ટચૂકડા દેશે અમેરિકાને આપી ધમકી, કહ્યું- ટ્રમ્પને મારી નાખીશું!
આ શું? એક વ્યક્તિ માત્ર 2 ટામેટાં અને 3 બટાકાની ખરીદી શકશે, સરકારનો વિચિત્ર હુકમ
આ અંગેની વિગતોમાં અનેકવાર મતમતાંતર થયા છે. કોઈ સ્પષ્ટ નથી કહેતું કે ચીનમાંથી આ વાયરસ લીક થયો છે અને ચીન સ્વીકારતું પણ નથી. વોલ સ્ટ્રીટ જર્નલના જણાવ્યા મુજબ અમેરિકાના એનર્જી વિભાગ દ્વારા બહાર પડાયેલા આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે અમારા આ સંશોધનમાં વિજ્ઞાાનના નિષ્ણાતોનો સમાવેશ કરાયો હતો. સાથે જ અમેરિકાની લેબોરેટરીને સાથે રાખીને એક બાયોલોજિકલ રીસર્ચ હાથ ધરાયું હતું. અગાઉ અમેરિકાનો આ એનર્જી વિભાગ કોરોના વાઇરસ ક્યાંથી આવ્યો તેને લઇને અસમંજસની સ્થિતિમાં હતો, જોકે તાજેતરના રિપોર્ટમાં સ્પષ્ટ થઇ ગયું છે કે આ વાઇરસની શરૂઆત ચીનની એક લેબમાંથી જ થઇ હતી.
એનર્જી વિભાગના જણાવ્યા મુજબ દુનિયાભરમાં ફેલાયેલી અમેરિકાની બાયોલોજી લેબને સાથે રાખીને તૈયાર કરાયેલા રિસર્ચ મુજબ ચીનના વુહાન શહેરની એક લેબમાંથી વાઇરલ લીક થયાનું સામે આવ્યું છે. ચીનની પ્રયોગશાળામાં એક દુર્ઘટના દરમિયાન આ વાઇરલ લીક થઇ ગયો હતો જેણે લાખો લોકોનો ભોગ લીધો છે. અને અનેક લોકોને બિમાર બનાવી દીધા સાથે જ મોટાથી લઇને નાના દેશોને આર્થિક રીતે ખૂંવાર કરી નાખ્યા હતા. હવે આ બાબતને ચીન સ્વીકારવાનું નથી પણ અમેરિકાએ દોષનો ટોપલો ચીન પર ઢોળી દીધો છે. કોરોના વાયરસ ક્યાંથી આવ્યો એના કરતાં એની ખુવારીથી જે લોકોનાં મોત થયા છે. એમને આજદીન સુધી કોઈ ભૂલી શક્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube