કિશોરોમાં જોવા મળી રહી છે કોરોના રસીની આ આડઅસર, સ્ટડીમાં કરાયો દાવો
કોરોનાના વધતા કેસને જોતા તેની સામે લડવા માટે એકમાત્ર હથિયાર ફક્ત રસી ગણાઈ રહ્યું છે. વેક્સીનેશન પર વધુમાં વધુ ભાર મૂકાઈ રહ્યો છે.
લંડન: કોરોનાના વધતા કેસને જોતા તેની સામે લડવા માટે એકમાત્ર હથિયાર ફક્ત રસી ગણાઈ રહ્યું છે. વેક્સીનેશન પર વધુમાં વધુ ભાર મૂકાઈ રહ્યો છે. જેથી કરીને સંક્રમણ સામે લડી શકાય. દુનિયાના અનેક દેશોમાં બાળકોને રસી આપવાની મંજૂરી મળી ચૂકી છે. આ બધા વચ્ચે હવે સવાલ એ ઉઠે છે કે શું કોરોના રસી બાળકો માટે સુરક્ષિત છે? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે યુકેમાં અનેક એવા કેસ સામે આવ્યા છે કે જેમાં બાળકોને રસી લીધા બાદ હાર્ટ સંબંધિત સમસ્યા થઈ છે.
રસી લીધા બાદ કિશોરોમાં હાર્ટ સંબંધિત સમસ્યા!
મિરરના રિપોર્ટ મુજબ કોરોના રસી લીધા બાદ કિશોરોમાં હાર્ટ સંબંધિત સમસ્યા જોવા મળી છે. જો કે કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના વધતા પ્રકોપ વચ્ચે 12-15 વર્ષના લાખો બાળકોને કોરોના રસીનો બીજો ડોઝ પણ મળવાનો શરૂ થઈ ગયો છે. પરંતુ એક સ્ટડીમાં કેટલાક કિશોરોમાં હાર્ટની સમસ્યાના સંકેત પણ ચિંતા વધારી રહ્યા છે.
હોટ યુવતીને જોઈને ચુંબન કરવા દોડ્યો યુવક, પણ પછી જે થયું...કૂદાકૂદ કરીને ભાગ્યો, જુઓ Video
રસી લીધા બાદ બાળકોમાં માયોકાર્ડિટિસના લક્ષણો ચિંતાનો વિષય
રિપોર્ટ મુજબ યુકેમાં રસી લીધા બાદ બાળકોમાં માયોકાર્ડિટિસ(myocarditis) ના લક્ષણ જોવા મળ્યા છે. જ્યાં હાર્ટની માંસપેશીઓમાં સોજો આવી જાય છે જેનાથી છાતીમાં દુખાવો અને શ્વાસ ચડવા લાગે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે પુરુષોમાં મહિલાઓની સરખામણીમાં માયોકાર્ડિટિસથી પ્રભાવિત થવાની સંભાવના વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube