કોલંબોઃ ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. શ્રીલંકાની પાસે જરૂરીયાત પ્રમાણે વિદેશી મુદ્રા ભંડાર નથી, જેના પરિણામે તેની પાસે પેટ્રોલ-ડીઝલ ખરીદવા માટે પણ રોકડ નથી અને દેશના મોટાભાગના પેટ્રોલ પંપ પર ઈંધણ સમાપ્ત થઈ ગયું છે. જે પેટ્રોલ પંપ ખુલ્લા છે, ત્યાં લાંબી લાઈનો લાગી છે. વિદેશી મુદ્રા ભંડારને કારણે શ્રીલંકાની અર્થવ્યવસ્થાની સ્થિતિ ખુબ ખરાબ છે. આ જાણકારી ખુદ શ્રીલંકાની સરકારે આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીલંકાની વર્તમાન આર્થિક સ્થિતિ એટલી વિકટ છે કે તેની પાસે ઈંધણની બે ખેપની ચુકવણી કરવા માટે પર્યાપ્ત માત્રામાં અમેરિકી ડોલર પણ નથી. શ્રીલંકાના ઉર્જા મંત્રી ઉદય ગમ્મનપિલાએ સોમવારે કહ્યુ, ઈંધણની બે ખેપ આજે આવી છે, પરંતુ અમે તેની ચુકવણી કરવામાં સમર્થ નથી. પાછલા સપ્તાહે સરકારી રિફાઇનરી સીલોન પેટ્રોલિયમ કોર્પોરેશને કહ્યું હતું કે, તેની પાસે વિદેશોથી આપૂર્તિ ખરીદવા માટે રોકડ નથી. સરકાર દ્વારા નક્કી કિંમતો પર ડીઝલના વેચાણને કારણે 2021માં સીપીસીને 41.5 કરોડ ડોલરનું નુકસાન થયું છે. 


આ પણ વાંચોઃ યુક્રેન સંકટ: પુતિને ન્યૂક્લિયર ડ્રિલ દ્વારા દેખાડ્યો દમ, 'બ્લેક સી'માં હલચલથી સમગ્ર દુનિયામાં ખળભળાટ


ઉદય ગમ્મનપિલાએ કહ્યુ કે, મેં જાન્યુઆરીમાં બે વખત અને આ મહિનાની શરૂઆતમાં ડોલરના સંકટને કારણે ઈંધણની કમી વિશે ચેતવણી આપી હતી. વિદેશી મુદ્રા સંકટને કારણે શ્રીલંકાનું ઉર્જા ક્ષેત્ર ખુબ પ્રભાવિત થયું છે. શ્રીલંકા ઈંધણ માટે મુખ્ય રૂપથી આયાત પર નિર્ભર છે. ઈંધણની કમીને કારણે દેશના પેટ્રોલ પંપો પર મોટી લાઈનો જોવા મળી રહી છે. 


ગમ્મનપિલાએ કહ્યુ કે, આ સંકટથી નિકળવાનો એકમાત્ર રસ્તો છે કે ઈંધમની છુટક કિંમતોમાં વધારો છે. તેમણે કહ્યું કે, સરકારને ઈંધણ આયાત પર એક્સાઇઝ ડ્યૂટીને ઓછી કરવાનો આગ્રહ કર્યો જેથી જનતાને લાભ આપી શકાય. આ મહિનાની શરૂઆતમાં શ્રીલંકાએ ભારતીય કંપની ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન પાસેથી 40,000 ટન ડીઝલ અને પેટ્રોલ ખરીદ્યું હતું જેથી દેશની ઉર્જાની જરૂરીયાતોને પૂરી કરી શકાય. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube