Crocodile Fight Video: તમે બે જંગલી જાનવરો વચ્ચેની ફાઈટ તો જોઈ હશે, પરંતુ શું તમે ક્યારે બે મગરોને એકબીજા સાથે ફાઈટ કરતા જોયા છે? મગરને પાણીનો ખુંખાર 'દૈત્ય' માનવામાં આવે છે. હાલમાં સોશિયલ મીડિયા પર બે મગર વચ્ચેની ફાઈટનો એક ભયાનક નજારો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોઈ તમારા રૂંવાડા ઉભા થઈ જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે મગર વચ્ચે ગંભીર ફાઈટ
વીડિયોમાં જોઈ શકાય છે કે, બે વિશાળકાય મગર ગંભીર રીતે એકબીજા સાથે ફાઈટ કરતા જોવા મળી રહ્યા છે. બંને વચ્ચેની ફાઈટ જોઈ આસપાસના જાનવરો ત્યાંથી ભાગવા લાગે છે. તમે વીડિયોમાં પક્ષીઓને ત્યાંથી ભાગતા જોઈ શકો છો. એનિમલ ફાઈટ્સ વીડિયોથી જોડાયેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ નેટીઝન્સ ખુબ જ કોમેન્ટ કરી રહ્યા છે.


ઓમિક્રોન સામે આ વેક્સીનનો બુસ્ટર ડોઝ ખુબજ અસરકારક, ICMR ના અભ્યાસમાં થયો ખુલાસો


વીડિયોમાં જોઈ શકાય છે કે એક નદીમાં બે મગર હાજર છે. જેવા આ બંને એકબીજા સામસામે આવે છે, ત્યાં જ બંને એકબીજના લોહીના તરસ્યા થઈ જાય છે. બે મગર વચ્ચેની આવી ફાઈટ તમે ક્યારે પણ જોઈ નહીં હોય. બંને લાંબા સમય સુધી એકબીજા સાથે ફાઈટ કરતા જોવા મળે છે. બે 'દૈત્ય' વચ્ચે ગંભીર ફાઈટ થાય છે, જુઓ વીડિયો-



એક-બીજાને કરે છે હુમલો
વીડિયોમાં જોઈ શકાય છે કે, ક્યારેક પહેલો મગર બીજાને મારતો હોય છે તો ક્યારેક બીજો મગર પહેલાને જડબામાંથી પકડી લે છે. આ વીડિયો animals.energy નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયો 8 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. નેટીઝન્સ આ વીડિયો પર જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube