Amazing Science Research: આજે મેડિકલ સાયન્સ ખુબ જ આગળ વધી ગયું છે, જેણા કારણે નવા નવા આવિષ્કાર આપણને આશ્ચર્યમાં મૂકતા હોય છે. આજનું મેડિકલ સાયન્સ માત્ર માણસ જીવિત કરી શકતો નથી, તેના સિવાય બધુ જ કરી છે. પરંતુ હવે માણસ પણ જીવિત થશે. સાંભળીને અજુગતું લાગ્યુંને... પણ આ હકીકત બનવા જઈ રહ્યું છે. મેડિકલ સાયન્સ આગળ વધતા બજારમાં એવી ઘણી મશીનો આવી છે જે સારવાર દરમિયાન આપણને આશ્ચર્યચકિત કરી દે છે. કોઈ પણ રોગની સૌથી મોટી સર્જરી અને સારવાર હવે સરળતાથી થઈ જાય છે, પરંતુ આજે પણ વૈજ્ઞાનિકો માણસને જીવંત બનાવવાની ટેકનિક શોધી શક્યા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે, ઓસ્ટ્રેલિયાની એક કંપનીએ આ દિશામાં એક મોટો દાવો કર્યો છે. કંપનીનું કહેવું છે કે તે મનુષ્યને જીવિત કરવાની ટેકનિકની ખુબ નજીક છે અને ભવિષ્યમાં મનુષ્ય જીવિત પણ થઈ શકે છે. ચાલો જાણીએ આ દાવાની વાસ્તવિકતા શું છે અને તે કેવી રીતે શક્ય બનશે.


-200 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં રાખવામાં આવશે શબ
ડેઈલી મેલના એક રિપોર્ટ અનુસાર, આ કરિશ્મા ઓસ્ટ્રેલિયાની સદર્ન ક્રાયોનિક્સ કંપની દ્વારા કરવામાં આવ્યો છે. આ કંપનીની હેડ ઓફિસ સિડનીમાં છે. સદર્ન ક્રાયોનિક્સનું કહેવું છે કે તેમણે હોલબ્રુકમાં એક એવી ટેક્નોલોજી વિકસાવી છે, જેમાં મૃત માનવીના શબને -200 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બોક્સમાં રાખવામાં આવશે. તેમાં તે બરાબર એ જ સ્થિતિમાં રહેશે જેમાં તેણે રાખવામાં આવ્યું હતું. કંપનીનો દાવો છે કે જો ભવિષ્યમાં મનુષ્યને જીવંત બનાવવા માટે કોઈ ટેક્નોલોજી હશે તો બોક્સમાંથી લાશને બહાર કાઢીને તેને નવું જીવન આપવામાં આવશે.


1 કરોડ રૂપિયા હશે ફી
કંપનીનું માનીએ તો તેઓ આ સુવિધા માટે ગ્રાહકો પાસેથી 1 કરોડથી વધુનો ચાર્જ લેશે. આ ટેકનિક વિશે વાત કરીએ તો કંપની માનવ શબને -200 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રવાહી નાઇટ્રોજનમાં સ્ટીલની ચેમ્બરમાં ઊંધું કરીને રાખશે. ડેડ બોડીને ઊંધું રાખવાનું કારણ એ છે કે ચેમ્બર લીક થાય તો પણ મગજ અકબંધ રહે છે.


હાલ 40 મૃતદેહો રાખવાની ક્ષમતા
કંપનીનું કહેવું છે કે તેમની પાસે હાલમાં આવા 40 બોક્સ છે, એટલે કે તે 40 મૃતદેહો રાખી શકે છે. જો કે, મેનેજમેન્ટનું કહેવું છે કે ટૂંક સમયમાં અમે તેની સંખ્યા વધારીશું અને એક વેરહાઉસ બનાવીશું, જ્યાં આ રીતે 600 મૃતદેહો રાખવાની વ્યવસ્થા હોય. જણાવવામાં આવ્યું છે કે કંપનીના આ પ્રોજેક્ટને વિજ્ઞાનમાં ક્રાયોનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. જો મૃતદેહને તેમાં વહેલા જમા કરાવી દેવામાં આવે તો તેણે મોત પહેલા પલટાવી શકાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube