IAF chief warns of future hybrid warfare: હવે યુદ્ધોમાં તે જીતશે જે સાઇબર વોરફેર (Cyber Warfare) માં માહિત હશે. લાઇડનું સૌથી મોટું હથિયાર એક લેપટોપ હશે કોઇ નાના રૂમમાં બેસીને એક યુવક કોઇ મોટી સેનાને માત આપી દેશે. ભારતીય વાયુસેનાધ્યક્ષ એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ સ્પષ્ટ કરી દીધું કે ભવિષ્યની લડાઇઓ માટે ભારતીય સેનાઓને ખૂબ ઝડપથી તૈયાર થવું પડશે. ભવિષ્યની લડાઇઓમાં દુશ્મનની ઓળખ થઇ શકશે નહી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂની રીતે લડવાની રીત બદલવી પડશે
એર ચીફ માર્શલ ચૌધરીએ કહ્યું કે નવી સ્થિતિમાં અમે જૂની રીતે લડવાની રીત બદલવી પડશે. નવી રીતે વિચારવું પડશે અને નવા હથિયાર શોધવા પડશે. દુનિયા એક નેટવર્ક સાથે જોડાયેલી રહી છે અને કોઇ એક સાઇબર હુમલો આપણી કમાનને બેકાર કરી શકે છે. આગામી લડાઇમાં ખબર નહી પડે કે આપણી પર પ્રહાર કોણે કર્યો અને કોણ આપણો દુશ્મન છે. ભવિષ્યમાં કોમ્યુટર વાયરસથી માંડીને અલ્ટ્રાસોનિક મિસાઇલ સુધી નવા હથિયાર હશે અને હુમલો સૈનિક ભિડંતથી માંડીને ઇંફોર્મેશન બ્લેક આઉટ કરવા માટે હશે. 


સાઇબર હુમલાથી માંડીને સિસ્ટમ્સ બેકાર કરી શકાશે
તેમણે કહ્યું કે જોકે હવે ભારતીય અસેનાઓ ઓછામાં ઓછા સમયમાં સૂચનાઓ શેર કરવા અને રણનીતિઓ બનાવવા માટે કોમ્યુટર નેટવર્ક પર આધારિત સિસ્ટમોનો ઉપયોગ કરે છે. જ્યાં આ પ્રકારનું નેટવર્ક સારી રીતે કામ કરવાની તક આપે છે. તો બીજી તરફ આ સાઇબર હુમલા સૌથી સરળતાથી શિકાર પણ છે. નવા હથિયાર ઇંફોર્મેશન ટેક્નોલોજી પર આધારિત હોય છે અને કોમ્યુનિકેશન માટે ખૂબ આધુનિક સિસ્ટમને ઉપયોગ કરે છે. આ તમામ સાઇબર હુમલાના નિશાન પર હોય છે. સાઇબર હુમલાથી સિસ્ટમને બેકાર કરી શકાય છે અથવા તેમને તેમના કામથી ભટકાવી શકાય છે. 


સાઇબર વોરફેરની સૌથી મોટી તૈયારી
21મી શતાબ્દીની શરૂઆતમાં સાઇબર વોરફેરની સૌથી મોટી તૈયારી ચીને શરૂ કરી હતી. ચીને પોતાના ત્યાં વન મિલિયન લેપટોપ વોરિયરનો નારો આપ્યો અને તૈયારીઓ શરૂ કરી. દુનિયામાં મોટાભાગના કોમ્યુટર હાર્ડ્વેર ચીનથી બને છે અને તેને ચીનને સાઇબર વોરફેરમાં બઢત બનાવવાની તક આપી છે. ઘણા મોટા કોમ્યુટર અને ઇન્ફોર્મેશન સાથે જોડાયેલી ચીની કંપનીઓનું સીધી નિયંત્રણ ચીનની સેના પાસે છે. 


ચીન યુવાઓને બનાવી રહ્યું છે લેપટોપ વોરિયર
ઘણા શહેરોમાં ચીની સેનાએ સાઇબર વોરફેરના ટ્રેનિંગ ઇંસ્ટીટ્યૂટ શરૂ કર્યા, જ્યાં યુવાનોને લેપટોપ વોરિયર બનાવવાનું શરૂ કર્યું છે. પરિણામે 2000 ના પહેલાં દાયકામાં જ ચીને અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન, કેનેડા સહિત ઘણા દેશો પર સાઇબર હુમલા કર્યા. આંતરાષ્ટ્રીય વિશેષજ્ઞોના અનુસાર ચીનની હેકર આર્મીની સંખ્યા પચાસ હજારથી માંડીને એક લાખ હેકર્સ સુધી છે. 


ભારત પણ કરી રહ્યું છે તૈયારી
ભારતે સાઇબર વોરફેર માટે 2019 માં ડિફેન્સ સાઇબર એજન્સીનો પાયો નાખ્યો, જેણે 2021 માં કામ કરવાનું શરૂ કરી દીધું. DCA ની જવાબદારી સાઇબર હુમલાનો સામનો કરવો, જવાબી સાઇબર હુમલા કરવા અને ભવિષ્ય માટે સાઇબર રણનીતિ બનાવવાનો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube