હરારે : ઉષ્ટકટિબંધીય ચક્રવાત ઈડાઈને કારણએ ઝિમ્બાબ્વેમાં અંદાજે 100 લોકોના મોત થયા છે અને આ સંખ્યા વધીને 300 પર પહોંચી ગઈ છે. સ્થાનિક સરકારના મંત્રી જુલાઈ મોયોએ સંવાદદાતાઓને કેબિનેટની એક બેઠક બાદ મંગળવારે જણાવ્યું કે, મૃતકોની સંખ્યા હાલ 100 પર પહોંચી છે. તેમણે કહ્યું કે, અમને જાણવા મળ્યુ છે કે, મૃતકોનો આંકડો 100 જેટલો છે. પણ કેટલાક લોકોનું કહેવુ છે કે, તે 300 પર પહોંચી શકે છે. પરંતુ અમે તેની પુષ્ટિ કરતા નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોયોએ કહ્યું કે, કેટલાક મૃતદેહો પાણીમાં વહી ગયા છે, અને કેટલાક વહીને મોઝામ્બિક પહોંચી ગયા છે. સૂચના મંત્રાલયના અનુસાર, ઓછામાં ઓછા 217 લોકો મીસિંગ છે, અને 44 લોકો હજી પણ ફસાયેલા છે. 


ચક્રવાતથી પહેલા પૂરને કારણે પહેલા જ દેશમાં 66 લોકોના મોત થઈ ચૂક્યા છે. પ્રાંતીય ગર્વનર અલ્બર્ટો મોંડલેને સરકારી રેડિયો પરથી કહ્યું કે, રાતભર અને આજે સવારથી જ મુશ્કેલ સમય હતો. બહુ જ નુકશાન થયુ છે. અનેક ઘરોની છત ઉડી ગઈ છે.


મોઝામ્બિકમાં પણ 48 લોકોના જીવ ગયા
દક્ષિણ આફ્રિકાના અન્ય એક દેશમાં ખતરનાક ચક્રવાત ઈડાઈને કારણે મોઝામ્બિકમાં ઓછામાં ઓછા 48 લોકોના મોત થયા છે. અહીં ચક્રવાત દરમિયાન તેજ હવા, ભારે વરસાદ અને પૂરને કારણે અનેક પુલ નષ્ટ થઈ ગયા અને ઘર પાણીમાં વહી ગયા. ચક્રવાત બાદ ડઝનેક લોકો મીસિંગ છે. મોઝામ્બિકની સરકારી સ્વામિત્વવાળી જોર્નલ ડોમિંગો અખબારે ચક્રવાતથી ખરાબ રીતે પ્રભાવિત મધ્ય સોફાલા પ્રાંતમાં અત્યાર સુધી 48 લોકોના માર્યા ગયાના સમાચાર છે.