નવી દિલ્હી: એક પિતા પોતાની બાળકી માટે શું કરી શકે છે તેનું તાજું ઉદાહરણ અમેરિકાના વિસ્કોન્સિનમાં જોવા મળ્યું છે. અહી રહેનાર મૈક્સમિલન ન્યૂબ્યૂર દુનિયાના એવા પ્રથમ વ્યક્તિ બની ગયા છે, જેમણે પોતાની પુત્રીને 'સ્તનપાન' કરાવ્યું. નવજાત પુત્રીને આ પ્રકારે 'સ્તનપાન' કરાવનાર પ્રથમ પુરૂષ છે. મૈક્સમિલન ન્યૂબ્યૂરનો સ્તનપાન કરાવતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જોકે તેમણે તેના માટે એક ટેક્નિકનો ઉપયોગ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવો અમે તમને જણાવીએ કે તેને આમ કરવાની નોબત કેમ આવી. મૈક્સમિલન ન્યૂબ્યૂરની પત્ની એપ્રિલની ડિલીવરી સામાન્ય ન હતી. તેનું બ્લડપ્રેશર ખૂબ હાઇ હતું. 29 જૂન 2018ના રોજ તેનું ડિવરી સિઝેરિયન કરવામાં આવ્યું. તેમણે એક પુત્રીને જન્મ આપ્યો. રોજેલી નામ રાખવામાં આવ્યું. 


મૈક્સમિલનની પત્ની બાળકીને બ્રેસ્ટ કરાવી શકતી ન હતી. એવામાં નર્સ અને તેમણે મળીને આ રીત શોધી કાઢી. નર્સે તેમણે પૂછ્યું કે તે પોતાની છાત્રીમાં કૃત્રિમ નિપ્પલ લગાવીને પોતાની પુત્રીને દૂધ પિવડાવી શકે છે. આ મુદ્દે તે તરત જ તૈયાર થઇ ગયા. નર્સે એક ટ્યૂબની મદદથી એક પ્લાસ્ટિક નિપ્પલને મૈક્સમિલનની છાતી સાથે ચોંટાડી દીધી. આ ટ્યૂબ દૂધથી ભરી એક સીરિંજ સાથે જોડેલી હતી. ત્યારબાદ તેણે પોતાની પુત્રીને આ પ્રકારે દૂધ પીવડાવ્યું.



મૈક્સમિલને પોતાના આ અનુભવને ફેસબુક પર શેર કર્યો. આ ફોટો સોશિયલ મીડિયા પર આવતાં જ વાયરલ થઇ ગયો છે. જોકે તેના માટે તેમને પ્રશંસા મળી રહી છે તો કેટલાક એવા છે કે જેમને તેનો આ અંદાજ પસંદ ન આવ્યો.