fathers emotional speech on daughters wedding : એક પિતા પોતાની દીકરીથી કેટલો પ્રેમ કરે છે, કદાચ આ શબ્દોને વર્ણવવું મુશ્કેલ છે. દુનિયામાં એવી કોઈ ચીજ નથી, જે તેમના સ્નેહ અને તુલનાત્મક રૂપથી પ્રસ્તુત કરી શકાય. ભલે દીકરી ત્રણ વર્ષની હોય કે 30 વર્ષની હોય, પરંતુ દીકરી માટે પિતાનો પ્રેમ એવો ને એવો જ રહે છે. દીકરી પિતાના દિલનો ટુકડો હોય છે, જે દૂર જતા સમયે પિતા દુખી દુખી થઈ જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જ કારણ છે કે, જ્યારે દીકરીની વિદાયનો સમય આવે છે, ત્યારે પિતા પોતાના આસું રોકી શક્તા નથી. જેને ક્યારેક આંગળી પકડીને ચાલવતા શીખવાડી, તેને હાથ બીજાને સોંપવાનો સમય આવે છે, ત્યારે પિતા કેવા ભાવનાત્મક પીડમાંથી પસાર થાય છે, તે બતાવવા માટે આ વીડિયો પૂરતો છે. હાલ દીકરીની વિદાયનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પિતા પોતાની દીકરી જમાઈના હાથમાં સોંપી રહ્યા છે, ત્યારે જે સ્પીચ આપે છે, તે જોઈને તમે પણ રડી પડશો. 
 
હું મારી દીકરી તને સોંપી રહ્યો છું
સોશિયલ મીડિયા પરના આ વીડિયોમાં પિતા લગ્નમાં પોતાની દીકરીનો હાથ જમાઈને સોંપી રહ્યા છે. ત્યારે ભાવુક થઈને તેઓ કહે છે કે, હું મારી અનમોલ દીકરી તને સોંપી રહ્યો છું. મને ખબર છે કે, તુ તેનાથી બહુ જ પ્રેમ કરતો હોઈશ. તેથી હું તેનો હાથ તમે સોંપી રહ્યો છું.


Anant Ambani અને તૈમૂરને ઉછેરનાર આયા લે છે CEO જેટલો પગાર, આંકડો સાંભળી મગજ ચકરાવે ચઢશે


ભલે કેવી પણ પરિસ્થિતિઓ આવે, તેને પ્રેમ કરજે, ખુશ રાખજે અને દરેક ચીજમાં સૌથી પહેલુ પ્રાધાન્ય એને આપજે. હું મારી દીકરી અને તારા માટે પ્રાર્થના કરુ છું કે, તારો પ્રેમ તેના માટે હંમેશા યથાવત રહે. 


ઈશ્વરનો આર્શીવાદ હંમેશા તારા પર બની રહે. તેઓ હંમેશા તને ખુશ રાખે, સ્વસ્થ રાખે, હંમેશા સારી તક આપે. તારી દરેક મનોકામના પૂર્ણ કરે. ઈશ્વર હંમેશા તારી સાથે છે.  


સાવધાન રહેજો! અઠવાડિયાના આ દિવસે આવે છે સૌથી વધુ હાર્ટ એટેક