નવી દિલ્હી: કોરોનાને લઇને બે મહિનાથી દુનિયામાં હાહાકાર મચી ગયો છે. ઇરાનથી માંડીને ઇટલી સુધી, અને ઇંગ્લેંડથી માંડીને અમેરિકા સુધી. અને હવે તો ભારતમાં પણ કોરોના દાખલ થઇ ચૂક્યો છે. ચીનથી નિકળેલા આ વાયરસની જે પ્રકારે હજુ સુધી સારવાર મળી નથી. તે પ્રકારે આ વાયરસના રહસ્યને ઉકેલી ન શકાય. જોકે આ વાયરસના મૂળ સુધી પહોંચવું જરૂરી છે. એ જાણવું ખૂબ જરૂરી છે કે કોરોના ક્યાંથી, કેવી રીતે અને ક્યારે અને કેમ અને ક્યાંથી આવ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુનિયામાં કોરોનાનો કહેર ચાલુ છે. 113 દેશોમાં આ વાયરસથી 8,231 લોકોના મોત થયા છે. કુલ મળીને અત્યાર સુધી 2 લાખ 3 હજાર 842 હજાર લોકો તેની ઝપેટમાં આવી ગયા છે. ભારતમાં પણ કોરોનાનો કહેર અટકવાનું નામ લઇ રહ્યો નથી. અત્યાર સુધી ભારતમાં કોરોનાના 151 કેસ સામે આવ્યા છે. જેમાં 3 લોકોના મોત થયા છે. 170 દેશો પ્રભાવિત છે. 82,866 સંક્રમિત સ્વસ્થ પણ થયા છે. યૂરોપમાં એશિયાથી વધુ મોત થયા છે. યૂરોપમાં કુલ 3421 અને એશિયામાં 3384 મોત થયા છે. યૂરોપિયન યૂનિયને સંક્રમણને રોકવા માટે બુધવારે પોતાની સીમાઓ સીલ કરી દીધી. બીજી તરફ પાકિસ્તાનમાં સંક્રમિત લોકોની સંખ્યા 254 થયા છે. આ સંક્રમણના સંદિગ્ધોને ક્વારેંટાઇન અથવા આઇસોલેટ કરવાની કોઇ વ્યવસ્થા નથી. તો બીજી તરફ અમેરિકન સરકાર સંક્રમણથી સારી રીતે બચવા માટે જલદી જ નેવીના બે હાઇટેક શિપનો ઉપયોગ કરી શકે છે.  


દુનિયામાં કોરોનાનો કહેર
ચીનમાં 3 હજાર 237ના મોત
ઈટલીમાં 2 હજાર 503ના મોત
ઈરાનમાં 1 હજાર 135ના મોત
સ્પેનમાં 623ના મોત
ફ્રાંસમાં 175 ના મોત
અમેરિકામાં 116ના મોત
સાઉથ કોરિયામાં 84ના મોત
યૂકેમાં 71ના મોત
નેધરલેન્ડમાં 58ના મોત
જાપાનમાં 29ના મોત
સ્વિત્ઝરલેન્ડમાં 27ના મોત
ઈન્ડોનેશિયામાં 19ના મોત
ફિલિપીન્સમાં 17ના મોત


ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 151 થઇ ગઇ છે. જેમાં 25 વિદેશી નાગરિકો પણ સામેલ છે. આ ખતરનાક વાયરસથી દેશમાં ત્રણ લોકોના મોત થયા છે. તો બીજી તરફ કર્ણાટક સીએમ યેદિયુરપ્પાએ કોરોના વાયરસથી સામનો કરવા માટે 200 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેના પ્રસારને રોકવા માટે ભાજપે આગામી એક મહિના સુધી કોઇપણ પ્રકારના ધરણા પ્રદર્શનથી પોતાને દૂર રાખવાનો નિર્ણય કર્યો છે. તો બીજી તરફ લખનઉના કિંગ જોર્જ મેડિકલ યૂનિવર્સિટી (KGMU)માં એક જૂનિયર ડોક્ટર કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગઇ છે. આઇસીએમઆરએ કહ્યું કે ભારતમાં કોરોના વાયરસ અત્યારે કોમ્યુનિટી ટ્રાંસમિશનના તબક્કામાં પહોંચ્યો નથી. 


'જુલાઇ-ઓગસ્ટમાં મળી શકે છે છુટકારો'
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હજારો લોકોના જીવ લેનાર અને દુનિયાભરના દેશોના જનજીવનની રફતારને થંભાવી દેનાર કોરોના વાયરસ વૈશ્વિક મહામારીથી અમેરિકાને જુલાઇના અંત સુધી છુટકારો મળી શકે છે. પ્રકોપથી ક્યાં સુધી છુટકારો મળી શકે છે તેના પ્રશ્ન પર ટ્રમ્પે સોમવારે વ્હાઇટ હાઉસમાં સંવાદદાતાઓને કહ્યું કે 'મને એવું લાગે છે કે જો આ દિશામાં ખૂબ સારી કામ કરીએ તો આશા છે કે જુલાઇ અથવા ઓગસ્ટ સુધી આપણને છુટકારો મળી જશે.'


UN સુરક્ષા પરિષદની બેઠક રદ
સંયુક્ત રાષ્ટ્ર પરિષદે કોરોના વાયરસના ઝડપથી વધતા જતા કેસને ધ્યાનમાં રાખતાં આ અઠવાડિયે થનાર બે બેઠકો સોમવારે રદ કરી દીધી. અત્યારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યતા ચીન કરી રહ્યું છે. સુરક્ષા પરિષદ મંગળવારની બેઠક રદ થવા છતાં સૂદાનના દરફુર સ્થિત પર બુધવારે ચર્ચા કરવા અને ગુરૂવારે બહુપક્ષવાદ પર વાત કરવાનું પ્લાનિંગ કરી રહ્યું હતું. 


ન્યૂયોર્કમાં તમામ સ્કૂલો બંધ
ન્યૂયોર્કમાં સોમવારથી તમામ સ્કૂલો બંધ કરી દીધી જેથી લગભગ 11 લાખ બાળકોને ઘરે બેસવું પડ્યું છે. શહેરના મેયર બિલ ડી બ્લાસિયોએ ઘોષણા કરી કે ઓછામાં ઓછા 20 એપ્રિલ સુધી સ્કુલ બંધ રહેશે અને શક્ય છે કે સ્કૂલોનું આ વાર્ષિક સત્ર પુરૂ થવા સુધી પણ બંધ રહી શકે છે. તેનાથી શહેરની લગભગ 1900 ખાનગી સ્કૂલોને અસર પડશે. ઘણી ખાનગી સ્કૂલો પહેલાંથી જ બંધ છે. ગર્વનર એંડ્યૂ કુઓમોએ પહેલાં જ સ્કૂલો બંધ થવાની જાહેરાત કરી દીધી હતી. આ દરમિયાન એક સમાચાર અનુસાર મેયર બિલ ડી બ્લાસિયોએ શહેરોમાં રેસ્ટોરન્ટ અને બાર બંધ રહેવાની જાહેરાત કરી છે જ્યાં ફક્ત સામાન ઘરે લઇ જવાની સુવિધા રહેશે. લોકો બાર અથવા રેસ્ટોરન્ટમાં બેસી શકશે નહી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube