જેરૂસેલમ: એવું કહે છે કે એક સારો તરવૈયો જ સમુદ્રની અસલ મજા માણી શકે છે. જો તમને તરતા ન આવડતું હોય તો તમે સમુદ્રની મજા માણવા અંગે વિચારી પણ ન શકો. પરંતુ અમે તમને એક એવા સમુદ્ર વિશે જણાવીશું જ્યાં તરતા ન આવડતું હોય તેવા લોકો પણ તરી શકે છે અને સમુદ્રની મજા માણી શકે છે. ખાસ વાત એ છે કે આ સમુદ્રમાં તમારી ઈચ્છા હશે તો પણ તમે ડૂબી શકશો નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સમુદ્ર જોર્ડન અને ઈઝરાયેલ વચ્ચે આવેલો છે. જેને ડેડ સી (Dead Sea) નામથી ઓળખે છે. આ સમુદ્ર દુનિયામાં સૌથી ઊંડી ખારા પાણીની ઝીલ તરીકે પણ ઓળખાય છે. એવું કહેવાય છે કે આ સમુદ્રમાં પાણીના મોજા તો ઉછળે છે પરંતુ મીઠાના દબાણના કારણે કોઈ તેમાં ડૂબતું જ નથી. આ જ કારણે પ્રવાસીઓ તેની મજા માણવા ઉમટી પડે છે. 


ધારે તો પણ ન ડૂબી શકે લોકો
વાત જાણે એમ છે કે ડેડ સી સમુદ્ર તળથી લગભઘ 1388 ફૂટની નીચે પૃથ્વીના સૌથી નીચલા પોઈન્ટ પર છે. આ સાથે જ આ સમુદ્ર લગભગ 3 લાખ વર્ષ જૂનો છે. આ સમુદ્રની ડેન્સિટી એટલી વધુ છે કે તેમાં પાણીનું વહેણ નીચેથી ઉપરની બાજુ છે અને આ જ કારણ છે કે આ સમુદ્રમાં તમે સીધા ચત્તાપાટ સૂઈ જાઓ તો પણ તમે ડૂબશો નહીં. 


આ સમુદ્રને કેમ ડેડ સી કહે છે?
Dead Sea નામથી ઓળખાતા આ સમુદ્રનું નામ જાણી તમને પણ નવાઈ લાગે. પણ આ નામ પાછળ કારણ છે તેનું ખારાપણું. આ સમુદ્રનું પાણી એટલું બધુ ખારું છે કે તેમાં કોઈ જીવ જીવિત રહી શકતો નથી. એટલે જ અહીં કોઈ ફૂલ છોડ, ઘાસ જેવી કોઈ લીલોતરી નથી. આ સમુદ્રમાં માછલી અને અન્ય જીવ પણ રહી શકતા નથી. તેના પાણીમાં પોટાશ, બ્રોમાઈડ, ઝિંક, સલ્ફર, મેગ્નેશિયમ, અને કેલ્શિયમ જેવા મિનરલ સોલ્ટ પણ ખુબ પ્રમાણમાં છે. જેના કારણે તેમાંથી નીકળતા મીઠાનો ઉપયોગ થઈ શકતો નથી. 


સમુદ્રમાં ન્હાવાથી બીમારી થાય છે દૂર
વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ ડેડ સીનું ખારાપણું આખી દુનિયામાં મશહૂર છે. તેનું પાણી અન્ય સમુદ્રોની સરખામણીમાં 33 ટકા વધુ ખારું છે. આ જ કારણ છે કે તેમાં ન્હાવાથી અનેક બીમારીઓ પણ દૂર થાય છે. આ સાથે જ તેમાંથી મળનારી માટીનો ઉપયોગ પણ ખુબ ફાયદાકારક હોય છે. તેની માટીનો ઉપયોગ અનેક બ્યૂટી પ્રોડક્ટ્સ બનાવવામાં થાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube