અંકારા : તુર્કીની રાજધાની અંકારામાં ગુરૂવારે એક કરૂણ ર્દુઘટના ઘટી. રેલવે સ્ટેશને ટ્રેક પર ઉભેલા એક એન્જિન સાથે સ્પીડ ટ્રેન ટકરાતાં હાહાકાર મચી ગયો હતો. આ અકસ્માતમાં નવ લોકોના મોત થયા અને 47 લોકો ઘાયલ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાહન વ્યવહાર મંત્રી કહિત તુરહાને પત્રકારોને જણાવ્યું કે, આ અકસ્માતમાં માર્યા ગયેલા નવ લોકોમાં ત્રણ ટ્રેન ઓપરેટપ હતા. તેમણે કહ્યું કે, એક વ્યક્તિનું હોસ્પિટલમાં મોત થયું છે. જ્યારે ર્દુઘટનામાં ઘાયલ 47 લોકોની સારવાર ચાલી રહી છે. 



હુર્રિયત અખબારના અનુસાર સ્પીડ ટ્રેન અંકારા સ્ટેશનથી સેન્ટ્રલ પ્રાંત કોન્યા જઇ રહી હતી. આ ટ્રેનમાં 206 મુસાફરો હતા. આ પહેલા અંકારાના ગવર્નર કાર્યાલયે જણાવ્યું હતું કે, ઘાયલ 47 પૈકી ત્રણ વ્યક્તિઓની હાલત ગંભીર છે.