નવી દિલ્હી: પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (ISI) ના તાલિબાન સાથેના સંબંધો કોઈનાથી છૂપાયેલા નથી. આ બધા વચ્ચે કાબુલમાં એકવાર ફરીથી તાલિબાન અને પાકિસ્તાન વચ્ચેની સાઠગાંઠનો પુરાવો મળ્યો છે. વાત જાણે એમ છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકારની રચના પહેલા ISI ચીફ લેફ્ટેનન્ટ જનરલ ફૈઝ હમીદ કાબુલ પહોંચ્યા છે. તાલિબાનના આમંત્રણ પર આજે સવારે કાબુલ પહોંચેલા જનરલ તાલિબાનની સરકારની રચના પહેલા અનેક મુદ્દે પોતાના ડેલિગેશન સાથે ચર્ચામાં સામેલ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તકનો ફાયદો ઉઠાવવાની મંછા
હકીકતમાં સૂત્રોના જણાવ્યાં મુજબ પાકિસ્તાન આ તકનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવા માંગે છે. તે અફઘાનિસ્તાનની કટ્ટરપંથી સરકારનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરવા માંગે છે. તેના માટે તે તાલિબાનને ગમે તે ઓફર પણ કરી શકે છે. જે ભારત માટે ચિંતાની વાત બની શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube