સંયુક્ત રાષ્ટ્રઃ મધ્ય અમેરિકામાં ડેંગ્યુના 1,27,000 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધી કુલ 124 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. સમાચાર એજન્સી સિન્હુઆ અનુસાર, સંયુક્ત રાષ્ટ્રના માનવીય બાબતોના સમન્વય કાર્યાલયે બુધવારે જણાવ્યું કે, મધ્ય અમેરિકા અંગે અધિકારીઓએ માહિતી આપી છે કે, 8 ઓગસ્ટ સુધી મચ્છરજન્ય બીમારી ડેગ્યુથી નોંધાયેલા 1,27,000 કેસમાંથી ઓછામાં ઓછા 127 લોકોનાં મોત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળકો અને કિશોરો વધુ સપડાય છે
સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાના જણાવ્યા અનુસાર, ડેગ્યુની સૌથી વધુ અસર બાળકો અને કિશોરોને વધુ થઈ છે. મધ્ય અમેરિકામાં ચલાવાઈ રહેલા અભિયાનોમાં સંયુક્ત રાષ્ટ્ર અને માનવીય સંગઠનો તબીબી સાધનો અને દવાઓ પહોંચાડવામાં સરકારની મદદ કરી રહ્યાં છે. 


લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ચલાવાઈ રહેલા અભિયાનમાં કમ્યુનિટી વેક્ટર કન્ટ્રોલ અને દેખરેખ, ડોર-ટુ-ડોર જાગૃતિ અભિયાન અને જાહેર આરોગ્ય કેન્દ્રો પર ટેક્નીકલ સુવિધાઓ પુરી પાડવા જેવા કાર્યો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે. 


જુઓ LIVE TV....


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...