ડેનિસ મુખવેજ અને નાદિયા મુરાદને શાંતિ નોબેલ પુરસ્કાર-2018
મુખવેજને કોંગોમાં જાતિય અત્યાચારનો ભોગ બનેલા પીડિતોના ઈલાજ માટે, જ્યારે મૂરાદને મહિલાઓ સામે થતા જાતીય અત્યાચાર સામે અવાજ ઉઠાવવા માટે આ પુરસ્કાર માટે પસંદ કરાયા છે
સ્વીડનઃ શુક્રવારે વર્ષ 2018ના શાંતિ માટેના નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે યુદ્ધ અને શસ્ત્ર સંઘર્ષમાં જાતિય હિંસાનો એક હથિયાર તરીકે ઉપયોગ કરવા સામે અવાજ ઉઠાવનારા કોંગોના ડેનિસ મુખવેજ અને ઈરાકની નાદિયા મુરાદને સંયુક્ત રીતે શાંતિનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. નોબેલ પુરસ્કાર વિજેતાઓ શાંતિના નોબેલ પુરસ્કાર વિજેતા તરીકે તેમના નામની જાહેરાત થયા પહેલાં આ બાબતથી સાવ અજાણ હતા.
નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈએ પણ બંનેને અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો : રસાયણશાસ્ત્રમાં આ ત્રણને નોબલ પુરસ્કાર