સ્લોવાકિયા: દુનિયામાં એક એવો પણ દેશ છે જ્યાં મુસ્લિમ તો જરૂર છે પરંતુ અહીં ના તો એક પણ મસ્જિદ છે અને ના તો તેને બનાવવાની પરવાનગી મળે છે. આ દેશનું નામ સ્લોવાકિયા છે. જાણકારી અનુસાર સ્લોવાકિયા: માં જે મુસ્લિમ રહે છે તે તુર્ક અને ઉગર છે અને 17મી સદીથી અહીં રહે છે. વર્ષ 2010માં સ્લોવાકિયામાં મુસ્લિમોની વસ્તી 5,0000ની આસપાસ હતી. 


મસ્જિદ બનાવવાને લઇને ઘણા વિવાદ
તમને જણાવી દઇએ કે સ્લોવાકિયા યૂરોપીય યૂનિયનનો સભ્ય દેશ છે. પરંતુ તે એક એવો દેશ છે, જે સૌથી છેલ્લે તેનો સભ્ય બન્યો. આ દેશમાં મસ્જિદ બનાવવાને લઇને વિવાદ પણ થતા રહે છે. વર્ષ 2000માં સ્લોવાકિયાની રાજધાનીમાં ઇસ્લામિક સેન્ટર બનાવવાને લઇને પણ વિવાદ થયો હતો. બ્રાતિસિઓવાના મેયરે સ્લોવાક ઇસ્લામિક વક્ફ ફાઉન્ડેશનના તમામ પ્રસ્તાવને નકારી કાઢ્યા. 
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube