DHL Cargo Plane: સોશિયલ મીડિયામાં અનેક એવા વીડિયો વાયરલ થાય છે, જેણે જોઈને હૃદયના પાટિપા બેસી જાય છે. હાલ આવો જ એક વીડિયો મધ્ય અમેરિકાના એરપોર્ટ પરથી સામે આવ્યો છે. મધ્ય અમેરિકામાં સ્થિત કોસ્ટા રિકા દેશમાં ગુરુવારે ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન એક કાર્ગો પ્લેન ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટના જુઆન સાંતામારિયા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બની હતી. જ્યારે, આ અકસ્માત પછી એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું હતું અને તે સવારે 6 વાગ્યા સુધી બંધ રહ્યું હતું. 


મળતી માહિતી મુજબ આ પ્લેનમાં કોઈ મુસાફર સવાર ન હતો. કાર્ગો પ્લેનમાં માત્ર બે ક્રૂ મેમ્બર હાજર હતા. જેમને કોઈ ગંભીર ઈજા થઈ નથી અને તેમની હાલત સારી હોવાનું કહેવાય છે. કોસ્ટા રિકાના અગ્નિશામક ચીફ હેક્ટર ચાવેસે આ માહિતી આપી હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube