Dawood Ibrahim ને કોણે આપ્યું ઝેર? ટાર્ગેટ કિલિંગ કે પછી પાકિસ્તાનની ISI નો તો હાથ નથી ને!
Pakistan Dawood Ibrahim: પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમી સહિત અનેક લોકોએ જણાવ્યું છે કે હાલ સોશિયલ મીડિયા પર એક મહત્વના સમાચાર વહેતા થયા છે અને કહેવાઈ રહ્યું છે કે પાકિસ્તાનના ક્રિકેટર જાવેદ મિયાદાદના સંબંધી અને ભારતીય નાગરિક દાઉદ ઈબ્રાહિમને કોઈએ ઝેર આપ્યું છે. હાલ દાઉદની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે. ગંભીર સ્થિતિમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
Pakistan Dawood Ibrahim: પાકિસ્તાનમાં છૂપાયેલા ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી દાઉદ ઈબ્રાહિમને ઝેર અપાયું હોવાના અહેવાલો વહેતા થયા છે. પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમી સહિત અનેક લોકોએ જણાવ્યું છે કે હાલ સોશિયલ મીડિયા પર એક મહત્વના સમાચાર વહેતા થયા છે અને કહેવાઈ રહ્યું છે કે પાકિસ્તાનના ક્રિકેટર જાવેદ મિયાદાદના સંબંધી અને ભારતીય નાગરિક દાઉદ ઈબ્રાહિમને કોઈએ ઝેર આપ્યું છે. હાલ દાઉદની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે. ગંભીર સ્થિતિમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તેમણે એ પણ જણાવ્યું કે આ ન્યૂઝ સામે આવતા જ પાકિસ્તાનમાં ટ્વિટર, યુટ્યુબ, અને ગુગલ સર્વિસિઝ પણ ડાઉન થઈ ગઈ છે. કોઈ કમ્યુનિકેટ કરી શકતું નથી. કોઈ ન્યૂઝ આપી શકતું નથી. જો કે આ ખબરની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. ભારતના દરેક વ્યક્તિના દિમાગમાં એ જ સવાલ ઉઠી રહ્યો છે કે પાકિસ્તાનમાં બેઠેલા ભારતના દુશ્મનોનો હાલના દિવસોમાં કોણ ખાતમો કરી રહ્યું છે? 67 વર્ષના દાઉદ પર ભારતમાં અનેક કેસ છે, જેનાથી બચવા માટે તે ઘણા વર્ષોથી કરાચીમાં રહે છે.
ક્યાંક ISI નું ષડયંત્ર તો નથી ને?
હકીકતમાં પાકિસ્તનના છેલ્લા બે વર્ષના હાલાત જોઈએ તો ખબર પડે છે કે તેની સ્થિતિ ખુબ કથળી ગઈ છે. દુનિયા પાસેથી મળતું ફંડિંગ ઘટી ગયું છે. દેશની બદનામી સાથે મોંઘવારી પણ વધી છે. સરકારનો ખજાનો ખાલી છે. આ બધાનું કારણ પાકિસ્તાનની આતંકીઓ માટે હમદર્દી છે. હવે આ સફાયાનું એક મોટું કારણ એ પણ માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના શાસકો ખાસ કરીને ISI ને એ વાત સમજમાં આવી ગઈ છે કે જો દેશને બચાવવો હોય તો પોતાના લોહીથી ખરડાયેલા હાથ ધોવા પડશે. આતંકીઓથી છૂટકારો મેળવવો પડશે. પોતાની ધરતીથી આતંકની નર્સરીને ખતમ કરવી કરવી પડશે. ઝઘડાની આડ લઈને મોટા મોટા આતંકીઓનો સફાયો થઈ રહ્યો છે કારણ કે જ્યારે આતંકીઓના આકા જ નહીં હોય તો આખી આતંકી જમાત આપોઆપ જ વિખરાઈ જશે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube