ઝી બ્યૂરો,અમદાવાદઃ  વેલેન્ટાઇન વીકનો એક સૌથી રોમેન્ટિક દિવસ કિસ ડે છે. 13 FEB એટલે કિસ ડેઃ દુનિયાભરમાં લોકો આ દિવસને અલગ-અલગ રીતે ઉજવતા હોય છે. તો તમે પણ જાણી લો કે દુનિયામાં કેટલી જાતના કિસિંગ ટ્રેડિશન છે અને આ દિવસને કેવી રીતે મનાવવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


1. યુરોપમાં આવી રીતે થાય છે કિસ
યુરોપમાં અનેક કિસિંગ ટ્રેડિશન છે. જેમ કે, નેધરલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ, બોસ્નીયા અને હર્ઝેગોવિના, મોન્ટિનેગ્રો, મેકેડોનિયા, સ્લોવેનિયામાં લોકો જ્યારે એકબીજાને મળે ત્યારે 3 વખત ગાલ પર ચુંબન કરે છે (પ્રથમ જમણે, પછી ડાબે, પછી જમણે). તો ઈટલી અને ફ્રાંસમાં માત્ર 2 વખત ગાલ પર ચુંબન કરવામાં આવે છે. બેલ્ઝિયમમાં માત્ર એક વખત ગાલ પર ચુંબન કરવામાં આવે છે. પોલેન્ડ, ઓસ્ટ્રિયા, હંગેરી, સ્લોવેકિયા, રોમાનિયા, રશિયા વગેરેમાં હાથ ઉપર ચુંબન કરવામાં આવે છે. આ ચુંબન માત્ર સગા-વ્હાલા, મિત્રો કે ઓળખતા હોય તે લોકોને જ કરવામાં આવે છે.


2.ચુંબનની જગ્યાએ કરવામાં આવે છે આ કામ
પોલિનેશિયનો અને મલેશિયાના લોકો હોઠ પર ચુંબન કરવાને બદલે એકબીજા સાથે નાક ટચ કરે છે. આ તેમનો પ્રેમ અને આદર બતાવવાની રીત છે.


3. લેટિન અમેરિકામાં કિસની અનોખી સ્ટાઈલ
લેટિન અમેરિકા, મેક્સિકો અને કોલમ્બિયામાં ફક્ત એક જ વાર ચુંબન કરવામાં આવે છે. જો કે, અહીં બીજા દેશ ઇક્વાડોરમાં મહિલાઓને ફક્ત જમણા ગાલ પર ચુંબન કરવામાં આવે છે. ડાબી ગાલ પર ચુંબન કરવાનું યોગ્ય માનવામાં આવતું નથી.


4.આફ્રિકામાં જમીનને ચુંબન કરવામાં આવે છે
આફ્રિકાના ઘણા ભાગોમાં એકબીજાને ચુંબન કરવું તે અનાદર માનવામાં આવે છે અને તેથી જ્યારે પણ ગામના સરપંચ સામેથી પસાર થાય છે ત્યારે લોકો આદર બતાવવા માટે જમીનને ચુંબન કરે છે. જો કે, દક્ષિણ આફ્રિકાના પુરુષો મહિલાઓને ગાલ પર ચુંબન કરી શકે છે.


5. ઇજિપ્તમાં ત્રણ વખત ચુંબન કરવું સારું માનવામાં આવે છે
યુરોપના કેટલાક દેશોની જેમ ઇજિપ્તમાં પણ ત્રણ વખત ચુંબન કરવામાં આવે છે. પરંતુ અહીં સમાન લિંગના લોકો જ આ રીતે એકબીજાને મળે છે. એટલે કે, મહિલાઓ એકબીજાને ચુંબન કરશે અને ફક્ત પુરુષો એકબીજાને મળશે.



6. ઉત્તર અમેરિકામાં ગુડબાય કરતી વખતે ચુંબન કરવામાં આવે છે
ઉત્તર અમેરિકા અને કેનેડામાં વિદાય લેતી વખતે અને મળતી વખતે ચુંબન કરવામાં આવે છે. હોઠ પર ચુંબન કરવું અહીં ખૂબ સામાન્ય ગણવામાં આવે છે.


7. આર્કટિક એસ્કિમો ચુંબન હોય છે કઈંક અલગ
આર્કટિક વિસ્તારોમાં રહેતા લોકો એસ્કિમો ચુંબન કરે છે. અહીં પ્રેમ અને આદર દર્શાવવા માટે હોઠ પર ચુંબન કરવામાં આવતું નથી, તેના બદલે નાક અને હોઠ સામે વાળાના ગાલ પર દબાવવામાં આવે છે અને ઉંડો શ્વાસ લેવામાં આવે છે. કંઈક એવું જ મંગોલિયા, વિયતનામ, કંબોડિયા, પોલિનેશિયન આઇલેન્ડ, ન્યુઝીલેન્ડના માઓરી લોકો કરતા હોય છે.



8. મિસલટોની નીચે ચુંબન
મિસલટો એક પ્લાન્ટ છે જેનો ઉપયોગ ક્રિસમસ સજાવટ માટે કરવામાં આવે છે અને એવો રિવાજ છે કે આ પ્લાન્ટની નીચે જે પણ છોકરા-છોકરીઓ આવે તેમને એકબીજાને ચુંબન કરવું પડે છે. આને પણ પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે.


9. ન્યુ યર ચુંબન
ઉત્તર અમેરિકા અને યુરોપના ઘણા ભાગોમાં એવું માનવામાં આવે છે કે જો તમે નવા વર્ષની પૂર્વસંધ્યાએ કોઈને ચુંબન નહીં કરો, તો પછીનું આખું વર્ષ એકલતામાં પસાર થાય છે. સ્કોટલેન્ડમાં તો આજુબાજુના દરેકને ચુંબન કરવું સારું માનવામાં આવે છે. અહીયા નવું વર્ષ સામાન્યરીતે આવી રીતે જ ઉજવવામાં આવે છે.


10. ચુંબનને સેક્સ્યુઅલ એક્ટ ગણવામાં આવે છે
ભારત સહિત મધ્ય પૂર્વ અને એશિયાના ઘણા ભાગોમાં ચુંબનને સેક્સ્યુઅલ કૃત્ય માનવામાં આવે છે અને જાહેરમાં ચુંબન કરવું ખૂબ ખોટું માનવામાં આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube