નવી દિલ્હી: રશિયા પાસેથી S-400 મિસાઈલ સિસ્ટમ ખરીદવા માટે અમેરિકી પ્રતિબંધમાંથી છૂટની તમામ શરતો ભારત પૂરી કરે છે અને આ મુદ્દે ટ્રમ્પ પ્રશાસને ઘણું લચીલાપણું દેખાડ્યું છે. આ જાણકારી મંગળવારે રાજનયીક સૂત્રોએ આપી. તેમણે કહ્યું કે ભારત રશિયા સાથે પોતાના જૂના સંરક્ષણ સંબંધોને ખતમ કરી શકે નહીં. વિદેશ મંત્રી એસ જયશંકર અને તેમના અમેરિકી સમકક્ષ માઈક પોમ્પિઓ વચ્ચે વાર્તાના એક દિવસ પહેલા છૂટ પર ભાર આપવાની આ વાત સામે આવી છે. બંને નેતાઓ વચ્ચે વાર્તા દરમિયાન આ મુદ્દે ચર્ચા થવાની શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજનયિક સૂત્રોએ જણાવ્યું કે 'આ મુદ્દે અમેરિકા સાથે ખાનગી અને સાર્વજનિક સ્તર પર ચર્ચા થઈ છે અને અમેરિકા માટે આ 'થોડી ચિંતા'ની વાત છે.'  એક સૂત્રએ જણાવ્યું કે 'રશિયાની સાથે અમારા જૂના સંરક્ષણ સંબંધ છે જેને અમે ખતમ કરી શકીએ નહીં.' ભારતે ગત વર્ષ ઓક્ટોબરમાં 40 હજાર કરોડ રૂપિયાના ખર્ચે મિસાઈલ સિસ્ટમ લેવા માટે રશિયા સાથે કરાર કર્યો હતો. ભારતે અમેરિકી ચેતવણીઓને નજરઅંદાજ કરીને આ કરાર આગળ વધાર્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે અમેરિકા એ પરિસ્થિતિઓથી સારી પેઠે વાકેફ છે જેના કારણે એસ-400 જેવી સિસ્ટમ ખરીદવા માટે 'બાધ્ય' છે. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...