ગરીબ-અમીર દેશો વચ્ચે રસીકરણની વિસંગતતા, WHOએ બૂસ્ટર ડોઝ પર પ્રતિબંધની કરી અપીલ
કોરોના સંક્રમણને અટકાવવા માટે વેક્સીન ખુબ જરૂરી છે. પરંતુ વિશ્વમાં ચાલી રહેલા રસીકરણમાં ભેદભાવ જોવા મળી રહ્યો છે. ગરીબ દેશોને રસી મળી રહી નથી, જેના પર વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચિંતા વ્યક્ત કરી છે.
જિનેવાઃ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ ઓછામાં ઓછા સપ્ટેમ્બરના અંત સુધી કોવિડ-19 રસીના બૂસ્ટર ડોઝ પર પ્રતિબંધની બુધવારે અપીલ કરતા ગરીબ અને અમીર દેશો વચ્ચે રસીકરણમાં વિસંગતતા પર ચિંતા વ્યક્ત કરી છે.
ધેબ્રેયેસસે કહ્યુ- અમીર દેશોમાં 100 લોકોને 100 ડોઝ, ગરીબ દેશોમાં 100 વ્યક્તિઓ પર માત્ર 1.5 ડોઝ
વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયેસસે સંવાદદાતા સંમેલનમાં કહ્યુ કે અમીર દેશોમાં પ્રતિ 100 લોકોને અત્યાર સુધી રસીના આશરે 100 ડોઝ આપવામાં આવ્યા છે, જ્યારે રસીના આપૂર્તિના અભાવમાં ઓછી આવકવાળા દેશોમાં પ્રતિ 100 વ્યક્તિઓ પર માત્ર 1.5 ડોઝ આપી શકાયા છે.
આ પણ વાંચોઃ લેબનોન તરફથી આવ્યા 3 રોકેટ, જવાબમાં ઈઝરાયેલની સેનાએ તોપના નાળચા ખોલી હાહાકાર મચાવ્યો
રસીનો મોટો ભાગ અમીર દેશોને આપવાની નીતિ બદલવી પડશેઃ ધેબ્રેયેસસ
વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખે કહ્યુ- આપણે રસીનો મોટો ભાગ વધુ આવકવાળા દેશોને આપવાની નીતિ તત્કાલ બદલવાની જરૂર છે. તેને અનુરૂપ ડબ્લ્યૂએચઓ બૂસ્ટર ડોઝ આપવા પર ઓછામાં ઓછા સપ્ટેમ્બરના અંત સુધી પ્રતિબંધ લગાવવાની અપીલ કરી રહ્યું છે, જેથી ઓછામાં ઓછી 10 ટકા વસ્તીને રસી લાગી શકે.
રસીના બે ડોઝ લઈ ચુકેલા લોકોને બૂસ્ટર ડોઝ આપવો કોરોના રોકવામાં પ્રભાવી થશે
વિશ્વ આરોગ્ય સંસ્થાના અધિકારીઓએ કહ્યુ કે, વિજ્ઞાનમાં હજુ તે વાત સાબિત થઈ નથી કે રસીના બે ડોઝ લઈ ચુકેલા લોકોને બૂસ્ટર ડોઝ આપવો કોરોના વાયરસના સંક્રમણનું પ્રસાર રોકવામાં પ્રભાવી થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube