નેપાળની ગણતરી બેસ્ટ ટુરિસ્ટ પ્લેસવાળા દેશોમાં થાય છે. અહીં દર વર્ષે લાખો પર્યટકો આવે છે. ઓછા બજેટમાં વિદેશ ઘૂમવાનું સપનું જોતા લોકો માટે નેપાળ સૌથી બેસ્ટ ડેસ્ટિનેશન છે. અહીં અનેક ખ્યાતનામ મંદિરો, માઉન્ટ એવરેસ્ટ તથા અન્ય જગ્યાઓ પર ઘૂમવા ઉપરાંત તમે સ્કીઈંગ, બાઈકિંગ અને પેરાગ્લાઈડિંગનો પણ આનંદ લઈ શકો છો. પરંતુ આ બધી તો સારી સારી વાતો થઈ પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે નેપાળમાં એક જગ્યા એવી પણ છે જ્યાં જવાથી તમે મુસીબતમાં મૂકાઈ શકો છો. તમને આ વિસ્તાર વિશે વિગતવાર જાણકારી આપીએ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ મુજબ નેપાળની રાજધાની કાઠમંડુમાં એક જગ્યા છે જેનું નામ થમેલ છે. અહીં જવાથી બચવાની સલાહ નેપાળ ઘૂમવા આવેલા લોકોને અપાતી હોય છે. અહીં બાર અને ક્લબમાં તો ભૂલેચૂકે ન જવું જોઈએ. વાત જાણે એમ છે કે અહીં છોકરીઓ તમારી સાથે બેસશે અને દારૂ મંગાવવાનું કહેશે. અહીં એક પેગની કિંમત 700-800 રૂપિયા ચાર્જ કરાય છે. આ ઉપરાંત તે થોડા સમયમાં તમને તેને હુસ્નની જાળમાં ફસાવવા લાગશે અને નશાનો ફાયદો ઉઠાવીને તમારો ખોટો વીડિયો પણ બનાવી લેશે તથા રૂપિયા પડાવશે. 


એટલું જ નહીં જો ત્યાંની પોલીસ સુધી આ સૂચના પહોંચી તો તમારી ધરપકડ નક્કી છે અને ત્યારબાદ તમને છોડવાના બદલામાં લાખો રૂપિયા પડાવવામાં આવશે. રૂપિયા ન આપવા પર ફોટો અને વીડિયો વાયરલ કરીને તમારી છબી ખરાબ કરવામાં આવશે. એ જ રીતે પોખરા ઘૂમવા માટે યોગ્ય નથી. અહીં પણ પ્રવાસીઓને અલગ અલગ રીતે ફસાવવાની કોશિશ થાય છે. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube