નવી દિલ્હીઃ અમેરિકાએ ભારત અને પાકિસ્તાનની યાત્રા માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. તેમાં અમેરિકી લોકોને આતંકવાદ અને સાંપ્રદાયિક હિંસાને કારણે પાકિસ્તાન યાત્રા પર ફરીથી વિચાર કરવાનો આગ્રહ કર્યો છે. ભારત જનાર અમેરિકીઓને અપરાધ અને આતંકવાદને કારણે વધુ સાચવેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. અમેરિકી વિદેશ વિભાગે આતંકવાદ અને અશાંતિને કારણે જમ્મુ-કાશ્મીરની યાત્રા ન કરવાનો આગ્રહ કર્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સશસ્ત્ર સંઘર્ષની સંભાવનાને જોતા બોર્ડર પર 10 કિલોમીટરની અંદર પણ ન જવાનું કહેવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કહેવામાં આવ્યું છે કે ભારતીય અધિકારીઓનો રિપોર્ટ છે કે બળાત્કાર ભારતમાં સૌથી ઝડપી વધતા અપરાધોમાં છે. યૌન ઉત્પીડન જેવા હિંસક અપરાધ પર્યટન સ્થળો પર થયા છે. આતંકી કોઈ ચેતવણી વગર હુમલો કરી શકે છે. પર્યટન સ્થળો, ટ્રાન્સપોર્ટ સેન્ટર, શોપિંગ મોલ વગેરેને નિશાન બનાવી શકે છે. તેવામાં સાવચેત રહેવાની જરૂર છે. 


આ પણ વાંચોઃ અમેરિકાથી કમલા હેરિસ વિશે આવ્યા ચોંકાવનારા સમાચાર, બાઈડેન લઈ શકે છે મોટો નિર્ણય


નોટિસમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકી સરકારની પાસે પશ્ચિમી પશ્ચિમ બંગાળથી પૂર્વી મહારાષ્ટ્ર અને ઉત્તરી તેલંગણાના ગ્રામીણ ક્ષેત્રોમાં અમેરિકી નાગરિકોને ઇમરજન્સી સેવાઓ પ્રદાન કરવાની સીમિત ક્ષમતા છે કારણ કે અમેરિકી સરકારના ઘણા કર્મચારીઓએ આ ક્ષેત્રોની યાત્રા કરવા માટે વિશેષ મંજૂરી લેવી પડે છે. 


અમેરિકાએ પાકિસ્તાન માટે જારી પરામર્શમાં અમેરિકી નાગરિકોને આતંકવાદી હુમલા તથા અપહરણના ખતરાનો હવાલો આપતા બલૂચિસ્તાન પ્રાંત અને ખૈબર પખતૂનખ્વા પ્રાંતની યાત્રા ન કરવાનો આગ્રહ કર્યો છે. સાથે સશસ્ત્ર સંઘર્ષની આશંકાને કારણે નિયંત્રણ રેખાની આસપાસના વિસ્તારમાં ન જવાનું કહ્યું છે. કહેવામાં આવ્યું છે કે આતંકવાદી સંગઠન હજુ પણ પાકિસ્તાનમાં હુમલાની યોજના બનાવી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube