નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) મહામારીથી દુનિયામાં જો સૌથી વધુ પ્રભાવિત કોઈ દેશ હોય તો તે અમેરિકા છે. અમેરિકી સ્વાસ્થ્ય સેવાઓ દુનિયામાં ટોપ ક્લાસની ગણાય છે. આ બધા વચ્ચે પોતાની ગુડવીલને લઈને દુનિયામાં મશહૂર અમેરિકી રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર એટલે કે સીડીસી  (Centers for Disease Control and Prevention) એ કોરોના રસી લગાવ્યા બાદ ત્રણ નવી આડઅસર સામે આવી હોવાનો દાવો કર્યો છે. સીડીસીએ હવે પોતાની જૂની સૂચિમાં આ નવા લક્ષણ સામેલ કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રસીકરણની વૈશ્વિક સ્થિતિ
કોરોના રસીકરણ (Corona Vaccination) ની વાત કરીએ તો વૈશ્વિક રીતે 283 મિલિયન એટલે કે 28 કરોડ 30 લાખથી વધુ ડોઝ લોકોને મળી ચૂક્યા છે. લગભગ 6 કરોડ લોકોને રસીના બંને ડોઝ અપાઈ ચૂક્યા છે. સૌથી વધુ આડઅસરની વાત કરીએ તો શરીમાં કોરોના રસી મૂકવાની જગ્યાએ પર દુખાવાની ફરિયાદ મોટાભાગના લોકોને મહેસૂસ થઈ હતી. કેટલાક લોકોમાં થોડા સમય માટે ફ્લૂ જેવા લક્ષણ જોવા મળ્યા. 


જો કે ફ્લૂના લક્ષણવાળા મોટા ભાગના કેસ કોરના રસીના બીજા ડોઝ બાદ જોવા મળ્યા. રસીના કરાણે ખુબ જ ગંભીર સ્થિતિ પેદા થઈ હોવાના કેસ ખુબ ઓછા સામે આવ્યા. 


આડઅસરની સૂચિ
થોડા દિવસ પહેલા વૈજ્ઞાનિકોએ આડઅસર (Corona Vaccine Side Effects)  અંગે જાણકારી આપતા કહ્યું કે રસી મૂકાવનારા લોકોની ત્વચામાં રેશેઝ અને લાલાશ જોવા મળી છે. જો કે આ ફરિયાદ એવા લોકોમાં જોવા મળી જેમણે Moderna jab રસીનો પહેલો ડોઝ લીધો હતો. CDC એ શુક્રવારે પોતાની માર્ગદર્શિકામાં ફેરફાર કરતા ત્રણ નવી આડઅસર એડ ઓન કરી. આ અગાઉ સરકારી સંસ્થાએ 6 આડઅસરના લક્ષણોની સૂચિ બહાર પાડી હતી. જેમાં રસી મૂકાવ્યા બાદ દુ:ખાવો, સોજો, તાવ, ઠંડી લાગવી, માથાનો દુ:ખાવો, અને થાકની ફરિયાદ જોવા મળી હતી. નવી આડઅસરની વાત કરીએ તો રસી મૂકાવનારા લોકોની ત્વચામાં લાલાશ, માંસપેશીઓમાં દુ:ખાવો, અને જીવ ડહોળાવવો એટલે કે ઊલ્ટી જેવું મહેસૂસ થવું જેવા લક્ષણો સામે કરવામાં આવ્યા છે. 


શું નવી આડઅસર (Side Effect) દેખાય તે ખરાબ વાત છે?
કોરોના રસીકરણની શરૂઆત ત્રણ મહિના પહેલા ઉત્તર અમેરિકા, યુરોપ અને ઈઝરાયેલ સહિત કેટલાક દેશોમાં થઈ હતી. ત્યારબાદ આ સામાન્ય લક્ષણ જોવા મળ્યા છે. આવામાં કેટલાક લોકો નવી આડઅસરને લઈને શંકામાં છે. તો શું નવા લક્ષણો મળવા કોઈ ખરાબ સમાચાર છે, જેનો જવાબ જાણીએ. અમેરિકી એજન્સી CDC ના જણાવ્યાં મુજબ નવી સાઈડ ઈફેક્ટ સામે આવ્યા બાદ કોઈ જોખમ કે ડરવા જેવી વાત નથી. માનવ શરીરમાં રસી મૂકાવ્યા બાદ આડઅસર મળવી એ વાતનો સંકેત હોય છ ેકે રસીએ કોરોના વાયરસ સામે લડવા એટલે કે બચાવ માટે કામ કરવાનું શરૂ કરી દીધુ છે. 


રસી લાગવી એટલે ઈમ્યુનિટી મજબૂત થવાની શરૂઆત
રસી લાગ્યા બાદ માનવામાં આવે છે કે તે શરીરની ઇમ્યુનિટી વધારવાની પ્રક્રિયાની શરૂઆત કરે છે. આ બાજુ એન્ટીબોડીઝની વાત કરીએ તો રસીનો પહેલો ડોઝ લીધા બાદ બે અઠવાડિયા પછી શરીરમાં એન્ટીબોડીઝ બનવાની શરૂ થાય છે. બીજો ડોઝ લીધા બાદ પણ જો થોડો સમય સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવે તો કોરોનાથી સુરક્ષિત એટલે કે બચવાની ગેરંટી વધી જાય છે. જો કે CDC એ લોકોને કોઈ પણ પ્રકારની આડઅસર જોવા મળવાની સ્થિતિમાં પોતાના ડોક્ટરને વાત કરવાની સલાહ આપી છે. 


Pakistan માં પતિ-પત્ની અને બાળકો સહિત આખા હિન્દુ પરિવારની ગળું ચીરીને હત્યા કરાઈ


Gold Mountain Viral Video: સોનાનો પહાડ જોતા જ લોકોના હોશ ઉડ્યા, લૂંટ માટે મચી ભાગદોડ


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube