ઝી બ્યૂરો, અમદાવાદઃ આપણે સૌએ પક્ષી અને પ્રાણીઓના દવાખાના જોયા હશે અથવા તો તમે પોતાના ઘરના કોઇ પ્રાણીની સારવાર કરાવવા માટે પશુ દવાખાને પણ ગયા હશો. ડોક્ટરો માણસોની સાથે સાથે જાનવરોની સારવાર પણ કરે છે. પણ ક્યારેય સાંભળ્યું છે કે જાનવર માણસોની સારવાર કરે છે? અથવા તો કોઇ પ્રાણી માણસનો દુખાવો ઓછો કરે છે? ત્યારે હાલ એક એવો જ ઘોડો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જે માણસનોનું દર્દ ઓછું કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



ડોક્ટરો પશુઓની સારવાર કરે છે તે સૌએ સાંભળ્યું છે. પણ ક્યારેય સાંભળ્યું છે કે, પ્રાણી માણસની સારવાર કરે. ફ્રાંસમાં એક ઘોડો છે જે લોકોનો દુખાવો છો કરે છે. મહત્વની વાત એ છે કે, આ ઘોડો કેન્સર જેવી ઘાતક બીમારીથી પીડાતા લોકોનો દુખાવો ઓછો કરવામાં મદદ કરે છે. આ ઘડો કેન્સરના દર્દીઓની સારવાર માટે દરરોજ હોસ્પિટલ આવે છે. અત્યાર સુધીમાં તેણે ઘણા લોકોને સાજા પણ કર્યા છે. જેના કારણે લોકો પ્રેમથી તેને ડૉ. પેયોના નામથઈ ઓળખે છે. આ કોઈ સામાન્ય ઘોડો નથી. કેમ કે, આ ઘોડા પાસે ખાસ પ્રકારનું ટેલેન્ટ છે.


Viral Video: યુવક-યુવતીને યુનિ.કેમ્પસમાં ખુલ્લેઆમ રોમાન્સ કરવો ભારે પડી ગયો


આ ઘોડાની ખાસ વાત એ છે કે તે દરરોજ હોસ્પિટલ જાય છે અને તેને જાતે જ ખબર પડી જાય છે કે કયા દર્દીને કેન્સર છે અને કોને ટ્યુમર છે. આ સિવાય જ્યારે તે હોસ્પિટલ આવે છે તો પગના ઇશારા કરીને જણાવે છે કે તેને કયા રૂમમાં જવું છે. સાથે જ કેટલો સમય કયા દર્દી સાથે રહેવું છે તે પણ તે જ નક્કી કરે છે. આ ઘોડાના માલિકનું નામ હસન બૂચકોર છે. જેમણે આ ઘોડાને ખાસ રીતે દર્દીઓની સેવા માટેની ટ્રેનિંગ આપી છે. વર્તમાન સમયે આ ઘોડાની ઉંમર 15 વર્ષ છે. પહેલા તેનું નામ પેયો હતું પરતું તેનાથી દર્દીઓને રાહત થઇ જેથી તેનું નામ ડૉ. પેયો પડી ગયું. સોશિયલ મીડિયામાં હાલ આ ડોક્ટર ઘોડો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકોને આ ઘોડાને જોઈને નવાઈ લાગી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube