Dog Worship: કયા દેશમાં થાય છે શ્વાનની પૂજા? નામ જાણશો તો આશ્ચર્યચકિત થશો, કારણ પણ જાણો
Dog Worship: એ વાત સાચી છે કે અનેક દંતકથાઓમાં શ્વાનને અલગ અલગ રીતે દેખાડવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે એક એવો પણ દેશ છે જ્યાં કૂતરાની પૂજા થાય છે.
Dog Worship: એ વાત સાચી છે કે અનેક દંતકથાઓમાં શ્વાનને અલગ અલગ રીતે દેખાડવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે એક એવો પણ દેશ છે જ્યાં કૂતરાની પૂજા થાય છે. આ દેશ આપણા પાડોશમાં આવેલો છે જ્યાં રોટી અને બેટીનો વ્યવહાર પણ ચાલે છે. અહીં એક દિવસ કુકુર તિહાર નામનો પર્વ આવે છે. જ્યારે શ્વાનની પૂજા થાય છે.
આ દેશ છે નેપાળ. નેપાળમાં એક દિવસ કુકુર તિહાર નામનો પર્વ ઉજવાય છે. ઓક્ટોબરમાં પાંચ દિવસ સુધી ચાલનારા તિહાર ફેસ્ટીવલની શરૂઆત થાય છે ત્યારે આ પર્વ ઉજવાતો હોય છે. ફેસ્ટીવલના બીજા દિવસે કુકુર તિહારની ઉજવણી થાય છે.
અસલમાં જે સમયે દિવાળીની ધૂમ મચેલી હોય છે. તે સમયે નેપાળમાં કુકુર તિહાર ઉજવાય છે. આ દિવસે શ્વાનને તેમની વફાદારી માટે દેવદૂત સ્વરૂપમાં પૂજા કરવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કુકુર તિહાર હેઠળ તિલક માળા અને આરતી ઉતારીને કૂતરાને અનેક પકવાન ખવડાવવામાં આવે છે. આ અવસરે આખા નેપાળમાં કૂતરાની પૂજા થાય છે. તેમને માળા પહેરાવાય છે અને તિલક કરાય છે.
શ્વાન માટે ખાસ પ્રકારના વ્યંજન પણ બનાવવામાં આવે છે. તેમને ખવડાવવામાં આવે છે. આ સાથે જ તેમને દહીં પણ ખવડાવવામાં આવે છે. આ કુકુર તિહાર દરમિયાન નેપાળના લોકો કૂતરા માટે પ્રાર્થના કરે છે અને સન્માન આપે છે તથા આ ઉપરાંત એક આખો દિવસ તેમના નામે હોય છે. આ દિવસે નાના બાળકો સહિત બધા કૂતરાને લાડ પ્યાર કરે છે.
શ્વાનને દૂધ, ઈંડા જેવી અનેક ચીજો ખવડાવવામાં આવે છે. કુકુર તિહારનો ઉત્સવ એ વિશ્વાસ સાથે જોડાયેલો છે કે કૂતરા મૃત્યુના દેવતા યમરાજના દૂત છે અને આ દિવસો દરમિયાન લોકો યમરાજને ખુશ કરવા માટે મનુષ્યના સૌથી વફાદાર દોસ્તની પૂજા કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube