અત્યંત રહસ્યમયી પુલ, જે કૂતરાને પોતાની તરફ આકર્ષે છે અને પછી...જાણીને ચોંકી જશો
દુનિયામાં અનેક એવા રહસ્યો છે જેના પર ઘણા સંશોધન થયા છતાં કોઈ સફળતા મળી નથી. આવું જ કઈંક રહસ્ય સ્કોટલેન્ડના ડમ્બર્ટનના ઓવરટાઉન બ્રિજમાં છૂપાયેલું છે. જે કૂતરાઓને પોતાના તરફ આકર્ષિત કરે છે અને ત્યારબાદ તેમને મોતના મોંમા ધકેલાઈ જવા માટે મજબુર કરે છે. દુનિયામાં હાલ તે સ્યુસાઈડલ બ્રિજ તરીકે ઓળખાય છે.
નવી દિલ્હી: દુનિયામાં અનેક એવા રહસ્યો છે જેના પર ઘણા સંશોધન થયા છતાં કોઈ સફળતા મળી નથી. આવું જ કઈંક રહસ્ય સ્કોટલેન્ડના ડમ્બર્ટનના ઓવરટાઉન બ્રિજમાં છૂપાયેલું છે. જે કૂતરાઓને પોતાના તરફ આકર્ષિત કરે છે અને ત્યારબાદ તેમને મોતના મોંમા ધકેલાઈ જવા માટે મજબુર કરે છે. દુનિયામાં હાલ તે સ્યુસાઈડલ બ્રિજ તરીકે ઓળખાય છે.
atlasobscura પર પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ સ્કોટલેન્ડમાં આ પુલ 50 ફૂટ પહોળી ખાઈ પર બનેલો છે. ખાઈની સપાટીએ અનેક ઝાડ છે જેના કારણે તેની ઊંડાઈ જાણવી મુશ્કેલ છે. રિપોર્ટ્સ મુજબ 1950ના દાયકામાં પહેલીવાર આ પુલથી કૂતરાએ છલાંગ મારી તેવા અહેવાલ આવ્યાં હતાં. આ ક્રમ હજુ પણ ચાલુ જ છે.
અત્યાર સુધી 300 કૂતરાએ લગાવી છે મોતની છલાંગ
સ્થાનિક રિસર્ચર્સનું કહેવું છે કે અત્યાર સુધી આ પુલથી 300થી વધુ કૂતરાઓએ મોતની છલાંગ લગાવી છે. જ્યારે ટેબ્લોઈડના રિપોર્ટ મુજબ આ સંખ્યા 600 ઉપર છે. જો કે છલાંગ લગાવીને મોતને ભેટનારા કૂતરાની સંખ્યા 50 છે. ગ્લાસગોના ઉત્તર પશ્ચિમ શહેરમાં રહેતા લોકોનું કહેવું છે કે પુલ પર થનારા આ પ્રકારના અકસ્માતો માટે પેરાનોર્મલ ગતિવિધિઓ જવાબદાર છે.
વર્ષ 2010માં પશુ વ્યવહાર વિશેષજ્ઞ ડેવિડ સેન્ડ્સે પણ આ ઘટનાઓની તપાસ કરી હતી. તપાસ બાદ તેમણે એ સંભાવનાથી ઈન્કાર કર્યો હતો કે જાનવર જાણી જોઈને પોતાને મારે છે. આ બધા વચ્ચે ટેક્સાસના એક પાદરીએ કૂતરાઓની પુલ પરથી છલાંગ લગાવવાના રહસ્યની વાતનો ખુલાસો કરવાનો દાવો કર્યો છે. બોબ હિલ નામના પાદરીનું કહેવું છે કે મોત અગાઉ આ પુલ પર આવનારા જાનવરોનું છલાંગ લગાવવાનું કારણ એક ખાસ પ્રકારની ગંધ છે જે કૂતરાઓને પોતાના તરફ આકર્ષિત કરે છે. પાદરીનું કહેવું છે કે આ ખાસ ગંધ કૂતરાઓને પોતાના તરફ ખેંચે છે જેને સૂંઘ્યા બાદ તેઓ આત્મહત્યા કરવા માટે ઉતારું થઈ જાય છે.