સિંગાપુર: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને ઉત્તર કોરિયાઇ નેતા કિમ જોંગ ઉન અહીં ઐતિહાસિક શિખર વાર્તા માટે મળ્યા. આ બેઠકનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય બનાવવાનો અને કોરિયાઇ પ્રાયદ્રીપમાં પૂર્ણ પરમાણું નિરસ્ત્રીકરણ છે. ટ્રંપ અને કિમ વચ્ચે આ મુલાકાત સિંગાપુરના લોકપ્રિય પર્યટન સ્થળ સેંટોસાની એક હોટલમાં થઇ. અમેરિકન રાષ્ટ્રપતિ અને ઉત્તર કોરિયાઇ નેતા વચ્ચે આ પ્રથમ શિખર વાર્તા ટ્રંપ અને કિમ વચ્ચે એકસમયે રહેલા સખત સંબંધોને બદલનાર સાબિત થશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદીજીને ગળે લગાવનાર ટ્રમ્પે હવે ભારતને આપી દીધી મોટી ધમકી


ટ્રંપ અને કિમ જોંગની મુલાકાત સાથે સંકળાયેલી 10 વાતો

1. ડોનાલ્ડ ટ્રંપે કહ્યું કે તે હકિકતમાં ખૂબ સારું અનુભવે છે, અમારી ચર્ચા અને સંબંધો શાનદાર થવાના છે. 


2. કિમ જોંગ ઉને કહ્યું કે અહીં સુધી આવવું સરળ ન હતું, ઘણા વિધ્ન હતા પરંતુ અહીં પહોંચવા માટે અમે તેમને પાર કર્યા.


3. કિમ જોંગે ડોનાલ્ડ ટ્રંપને સંબોધિત કરતાં કહ્યું, 'તમને મળવું એટલું સરળ ન હતું. મને ખુશી છે કે બધા વિઘ્નોને પાર કરી મળી રહ્યા છીએ.'



4. બેઠક દરમિયાન ટ્રંપે કિમને કહ્યું, 'મને વિશ્વાસ છે કે આપણા બંને દેશોના સંબંધ સારા રહેશે.'


5. કિમ જોંગે કહ્યું કે તમામ વિઘ્નોને દુર કરી આપણી મુલાકાત થઇ છે, અહીં સુધી પહોંચવું સરળ ન હતું.


6. ટ્રંપ અને કિમ વચ્ચે પ્રથમ મુલાકાત. બંનેને મળીને હાથ મિલાવ્યો. ઔપચારિક મીટિંગ માટે મીટિંગ સ્થળ પહોંચ્યા બંને નેતા. 



7. આ મુલાકાત પર ભારતીય રૂપિયામાં લગભગ 100 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો. 


8. વ્હાઇટ હાઉસે આ વાતની પુષ્ટિ કરી છે કે રાષ્ટ્રપતિ ટ્રંપ અને કિમ વચ્ચે પહેલાં એકલામાં બેઠક થઇ, જેમાં ફક્ત અનુવાદક હાજર રહ્યા.


9. વાર્તાની પૂર્વ સંધ્યા પર અમેરિકાએ ''પૂર્ણ, સત્યાપિત અને અપરિવર્તનીય'' પરમાણુ નિરસ્ત્રીકરણના બદલામાં ઉત્તર કોરિયાને 'વિશિષ્ટ' સુરક્ષા ગેરેન્ટીની ઓફર કરી હતી. અમેરિકાએ આ વાત પર ભાર મુક્યો હતો કે તેને કોરિયાઇ પ્રાયદ્રીપમાં પૂર્ણ પરમાણુ નિરસ્ત્રીકરણમાંથી કંઇપણ મંજૂર નથી.


10. ઉત્તર કોરિયાઇની સત્તાવાર સંવાદ સમિતિએ રવિવારે કહ્યું હતું કે કિમ વાર્તા દરમિયાન ''પરમાણુ નિરસ્ત્રીકરણ'' અને ''સ્થાયી શાંતિ'' માટે વાતચીત માટે તૈયાર છે. ટ્રંપે શનિવારે કહ્યું હતું કે કિમ પાસે ઇતિહાસ રચવાની 'એક તક' છે.