ડોનાલ્ડ ટ્રમ્પે ઈમરાન ખાનને કહ્યું -`ભારત વિરુદ્ધ સંભાળીને બોલો, ભડકાઉ નિવેદન ન આપો`
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને ભારત વિરુદ્ધ ભડકાઉ નિવેદનો ન આપવા જણાવ્યું છે. આ સાથે જ ટ્રમ્પે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવાની અપીલ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર લગભગ 30 મિનિટ વાત કર્યા બાદ ટ્રમ્પે ઈમરાન ખાન સાથે 12 મિનિટ વાત કરી હતી. ટ્રમ્પે તેમને ભારત વિરુદ્ધ સંભાળીને નિવેદનો આપવાનું કહ્યું.
નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને ભારત વિરુદ્ધ ભડકાઉ નિવેદનો ન આપવા જણાવ્યું છે. આ સાથે જ ટ્રમ્પે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવાની અપીલ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર લગભગ 30 મિનિટ વાત કર્યા બાદ ટ્રમ્પે ઈમરાન ખાન સાથે 12 મિનિટ વાત કરી હતી. ટ્રમ્પે તેમને ભારત વિરુદ્ધ સંભાળીને નિવેદનો આપવાનું કહ્યું.
ડોનાલ્ડ ટ્રમ્પે ઈમરાન ખાન સાથે પણ ફોન પર કરી વાત
હકીકતમાં પીએમ મોદીએ ટ્રમ્પ સાથે વાતચીત દરમિયાન પાકિસ્તાની નેતાઓ દ્વારા ભારત વિરુદ્ધ હિંસા માટે 'ઉગ્ર નિવેદનબાજી અને ઉશ્કેરણી'નો મુદ્દો ઉઠાવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ ઈમરાન ખાન રોજ ટ્વીટર પર ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર કરી રહ્યાં છે.
વ્હાઈટ હાઉસ દ્વારા નિવેદનમાં જણાવાયું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે સોમવારે જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલા તણાવને ઓછો કરવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે ફોન પર વાત કરી. રાષ્ટ્રપતિએ બંને દેશોને તણાવ ટાળવાની અપીલ કરી.
જુઓ LIVE TV
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...