દુનિયાના ખુંખાર નેતા ગણાતા કિમ જોંગે અમેરિકાના ઘૂંટણિયે પડી `ભીખ` માંગી હતી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એટોર્ની જનરલે કહ્યું કે ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે શિખર વાર્તા માટે `ઘૂંટણિયે પડી, હાથ જોડીને` ભીખ માંગી હતી.
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એટોર્ની જનરલે કહ્યું કે ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે શિખર વાર્તા માટે 'ઘૂંટણિયે પડી, હાથ જોડીને' ભીખ માંગી હતી. વોલ સ્ટ્રીય જર્નલના જણાવ્યાં મુજબ રૂડી ગિયુલિયાનીએ તેલ અવીવ રોકાણકાર સંમેલનમાં કહ્યું કે 'તેમણે કહ્યું કે તેઓ અમારી સાથે પરમાણુ યુદ્ધ કરવા જઈ રહ્યાં છે. પરમાણુ યુદ્ધમાં તેઓ અમને હરાવી દેશે. અમે કહ્યું કે તે પરિસ્થિતિઓમાં અમે મુલાકાત નહીં કરીએ.' તેમણે કહ્યું કે 'કિમ જોંગ ઉને હાથ જોડીને, ઘૂંટણિયે પડીને વાર્તા માટે ભીખ માંગી. આ બરાબર એ જ સ્થિતિ છે જે અમે જોવા માંગીએ છીએ.' ટ્રમ્પના એટોર્નીએ કહ્યું કે સંમેલનના પુનર્નિધારણથી અમેરિકાની સ્થિતિ મજબુત થઈ છે.
સિંગાપુરના વિદેશી મંત્રી ગુરુવારે બે દિવસના પ્રવાસે ઉ.કોરિયા જશે. આ દરમિયાન ટ્રમ્પ અને કિમ વચ્ચે શિખર વાર્તાની તૈયારીઓ જોરશોરમાં છે. એક દિવસ પહેલા વ્હાઈટ હાઉસે કહ્યું હતું કે ઐતિહાસિક બેઠક 12 જૂનના રોજ સિંગાપુરના સેન્ટોસા ટાપુ પર આવેલી એક લક્ઝરી હોટલમાં થશે.
ઉત્તર કોરિયા પર વધુમાં વધુ દબાણ જાળવી રાખશે અમેરિકા
આ અગાઉ અમેરિકાના વિદેશ વિભાગે કહ્યું કે ઉત્તર કોરિયા વિરુદ્ધ 'વધુમાં વધુ દબાણ' અભિયાન જારી રહેશે. જો કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગત સપ્તાહે કહ્યું હતું કે તેઓ 'અધિકતમ દબાણ' શબ્દને પસંદ કરતા નથી. સમાચાર એજન્સી સિન્હુઆના બુધવાર (6 જૂન)ની એક પ્રેસ બ્રિફિંગમાં કહ્યું કે પ્રતિબંધ તથા દબાણ અભિયાન પોતાની જગ્યાએ રહેશે.