Donald Trump: પોર્નસ્ટારનું `મોઢું બંધ` કરવાના કેસમાં દોષિત ઠર્યા બાદ પણ શું ટ્રમ્પ રાષ્ટ્રપતિ બની શકે? ખાસ જાણો
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પ હશ મની કેસના તમામ 34 આરોપોમાં દોષિત ઠર્યા છે. કોર્ટે એક પોર્ન સ્ટારને ચૂપ રહેવા માટે ગેરકાયદેસર રીતે પૈસા આપવાના કેસને છૂપાવવા મામલે ટ્રમ્પને દોષિત ગણાવ્યા છે. હવે 11 જુલાઈના રોજ પૂર્વ રાષ્ટ્રપતિને સજા સંભળાવવામાં આવશે.
ડોનાલ્ડ ટ્રમ્પ હશ મની કેસના તમામ 34 આરોપોમાં દોષિત ઠર્યા છે. કોર્ટે એક પોર્ન સ્ટારને ચૂપ રહેવા માટે ગેરકાયદેસર રીતે પૈસા આપવાના કેસને છૂપાવવા મામલે ટ્રમ્પને દોષિત ગણાવ્યા છે. હવે 11 જુલાઈના રોજ પૂર્વ રાષ્ટ્રપતિને સજા સંભળાવવામાં આવશે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે કે જ્યારે ટ્રમ્પ નવેમ્બરમાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બાઈડેનને પડકારવાની તૈયારી કરી રહ્યા છે. હવે સવાલ એ છે કે એક ક્રિમિનલ કેસમાં કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા બાદ પણ ટ્રમ્પ માટે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કેવી સ્થિતિ રહે છે.
રોયટર્સના એક રિપોર્ટ મુજબ ટ્રમ્પને સંભળાવવામાં આવનારી સજા ટ્રમ્પને વ્હાઈટ હાઉસ પર ફરીથી કબજો કરવા માટે તેમના અભિયાનને રોકી શકશે નહીં. ભલે તેમને 5 નવેમ્બરની ચૂંટણી પહેલા જેલની સજા સંભળાવવામાં આવે પણ અભિયાન પર અસર નહીં થાય.
બની શકે છે રાષ્ટ્રપતિ
અમેરિકી બંધારણમાં ફક્ત એ જરૂરી છે કે રાષ્ટ્રપતિની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષ હોય અને તેઓ અમેરિકી નાગરિક હોવા જરૂરી છે જેઓ 14 વર્ષથી દેશમાં જ રહેતા હોય. અપરાધિક દોષસિદ્ધિ કે ન તો જેલની સજા...ટ્રમ્પની યોગ્યતા કે રાષ્ટ્રપતિ બનવા માટે તેમની ક્ષમતાને તે પ્રભાવિત કરી શકશે નહીં. સિદ્ધાત તરીકે જો તેઓ 5 નવેમ્બરના રોજ ચૂંટણીમાં ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ જો બાઈડેનને હરાવી દે તો તેમને જેલમાંથી શપથ લેવડાવવામાં આવી શકે છે.
અમેરિકી ઈતિહાસમાં જેલહાઉસ રાષ્ટ્રપતિ અભિયાન અભૂતપૂર્વ નથી. સમાજવાદી યુજીન ડેબ્સે 1920ની ચૂંટણીમાં જેલથી રાષ્ટ્રપતિ પદ માટે નિષ્ફળ રીતે ચૂંટણી લડી હતી જો કે ટ્રમ્પથી ઉલ્ટું તેઓ એક ગંભીર દાવેદાર નહતા.
જેલમાં જશે ટ્રમ્પ?
હજું એ ખબર નથી કે જજ શું સજા કરશે. ટ્રમ્પ પહેલીવાર અહિંસક અપરાધ માટે દોષિત ઠર્યા છે અને આવું બહું ઓછું જોવા મળે છે કે કોઈ અપરાધિક ઈતિહાસ ન ધરાવતો વ્યક્તિ, જેને ફક્ત બિઝનેસ રેકોર્ડમાં હેરાફેરી કરવા બદલ દોષિત ઠરે અને તેમને ન્યૂયોર્કમાં જેલની સજા થાય. દંડ કે પ્રોબેશન જેવી સજાઓ સામાન્ય છે. ટ્રમ્પના બિઝનેસ રેકોર્ડમાં હેરાફેરી કરવાના ગુના માટે મહત્તમ સજા 1-1/3 થી ચાર વર્ષની જેલની સજા છે પરંતુ જેલના સમયવાળા કેસમાં, પ્રતિવાદીઓને સામાન્ય રીતે એક વર્ષ કે તેનાથી ઓછી સજા સંભળાવવામાં આવે છે.
જો દંડથી વધ સજા આપવામાં આવે તો ટ્રમ્પને જેલમાં નાખવાની જગ્યાએ ઘરમાં નજરકેદ રાખી શકે છે. એક પૂર્વ રાષ્ટ્રપતિ તરીકે તેમની પાસે આજીવન સીક્રેટ સર્વિસ ડિટેલ છે અને તેને સળિયા પાછળ સુરક્ષિત રાખવાની પ્રક્રિયા જટિલ બની શકે છે. ટ્રમ્પને પોતાની સજા વિરુદ્ધ અપીલ કરતા જામીન પર છોડી પણ શકવામાં આવે.
શું અસર પડી શકે?
મોઢું બંધ કરવા પૈસા આપવાનો કેસ ટ્રમ્પ વિરુદ્ધ ચાલી રહેલા ચાર ક્રિમિનલ કેસમાં સૌથી ઓછો મહત્વપૂર્ણ કેસ ગણાય છે. પરંતુ તેમા દોષિત ઠરવાની ચૂંટણી પર અસર પડી શકે છે. ઓપિનિયન પોલથી ખબર પડે છે કે દોષિત કરાર મળવાથી તેમને મળનારા વોટ પર અસર પડી શકે છે.
એપ્રિલમાં રજિસ્ટર્ડ વોટર્સના રોયટર્સ / ઈપ્સોસ સર્વે મુજબ ચારમાંથી એક રિપબ્લિકને કહ્યું કે જો ટ્રમ્પને ક્રિમિનલ કેસમાં દોષિત ઠેરવવામા આવે તો તેઓ તેમને મત નહીં આપે. આ સર્વેમાં 60 ટકા સ્વતંત્ર લોકોએ કહ્યું કે જો ટ્રમ્પને કોઈ ક્રિમિનલ કેસમાં દોષિત ઠેરવવામાં આવે તો તેઓ તેમને મત આપશે નહીં.
જો કે ચુકાદા બાદ ટ્રમ્પના ચૂંટણી અભિયાનની ટીમે દાવો કર્યો કે તેમના સમર્થનમાં વધારો થયો છે. બીબીસી મુજબ ટ્રમ્પના ચૂંટણી અભિયાનના વરિષ્ઠ સલાહકાર બ્રાયન હ્યુજેસના જણાવ્યાં મુજબ ગુરુવારે બપોરે દોષિત કરાર અપાયા બાદ ટ્રમ્પના ડિજિટલ ફંડરેઝિંગ સિસ્ટમમાં સમર્થકોની સંખ્યામાં રેકોર્ડ વધારો નોંધાયો છે. તેમણે કહ્યું કે ટ્રાફિકમાં વધારાના કારણે વચ્ચે વચ્ચે વિલંબ થતો જોવા મળ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube