વોશિંગ્ટન : ચીનની સાથે ચાલી રહેલ ટ્રેડ વોર મુદ્દે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્વની ટીપ્પણી કરતા કરતા કહ્યું કે હાલ તેઓ આ અંગે પાછળ હટવાનાં મૂડમાં નથી. ટ્રમ્પે કહ્યું કે, તેઓ આ ટૈરિફને 500 અબજ ડોલર સુધીનો ચીની સામાન લઇ જઇ શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, બંન્ને દેશોની વચ્ચે કોઇ સારી ડીલ ન થાય ત્યાં સુધી આવી સ્થિતી નહી જળવાઇ રહે. અમેરિકાએ પહેલા જ 50 અબજ ડોલર સુધીનાં ચીની સામાનો પર 25 ટકા ટૈરિફ લાગુ કરી દીધું છે. બંન્ને દેશો હાલનાં દિવસોમાં એક બીજા પર ટેરિફ લગાવી રહ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકી કાર્યવાહી બાદ ચીને પણ વળતો હૂમલો કરતા 34 અબજ ડોલર સુધીનાં 545 યૂએસ પ્રોડક્ટ્સ પર ટૈરિફમાં વધારો કરી દીધો હતો. મધ્ય જૂનમાં પણ ટ્રમ્પે ચીનને ચેતવણી આપતા કહ્યું હતું કે જો તેઓ અમેરિકી પ્રોડક્ટ પર ટૈરિફ લગાવવાનાં નિર્ણય પર આગળ વધે છે તો તેનાં પ્રોડક્ટ્સ પર ટૈરિફને 200 અબજ ડોલર વધારી દેવામાં આવશે. રવિવારે ટ્રમ્પે ફોકસ ન્યૂઝને જણાવ્યું હતું કે, જો ચીન અને અમેરિકાની વચ્ચે વ્યાપારના મુદ્દે સંમતી નથી સધાઇ તો આ ટૈરિફ વોર 500 અબજ ડોલરનાં સ્તર સુધી જઇ શકે છે. તે જરૂર કોઇ ડીલ કરવા માંગે છે. 

ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે, હું તમને જણાવવા માંગીશ કે ચીન કોઇ ડીલ કરવા માંગશે. હું પણ એવું કરીશ પરંતુ એવું ત્યારે જ થશે જ્યારે કોઇ પણ ડીલ અમેરિકા માટે પણ સારી જ હોય. તેમણે ચીનની વિરુદ્ધ ટૈરિફ વોરમાં કોઇ પણ પ્રકારની નરમી દાખવવા અથવા પાછા હટવાનો ઇન્કાર કરી દીધો છે. ચીનની વિરુદ્ધ ટૈરિફ વોરમાં પાછા હટવાનાં સવાલ અંગે પ્રેસિડે્ટ ટ્રમ્પે કહ્યું કે, નહી નહી નહી ટ્રમ્પે કહ્યું કે, હું એવું કરીશ પરંતુ ત્યારે જ્યારે કોઇ ડીલ અમેરિકાનાં હીતમાં હોય. સૌથી મુશ્કેલ બાબત એ રહી કે અત્યાર સુધી આપણા રાષ્ટ્રપતિ બિઝનેસ લીડર્સ પણ તેનાંથી બચતા રહ્યા છે.