US Election 2024 : મીડિયાના શાબ્દિક હુમલાઓ, હત્યાના પ્રયાસો, ગુનાઓમાં દોષિત, કાર્યવાહી અને આ તમામ વચ્ચે ડોનાલ્ડ જે. ટ્રમ્પએ પોપ્યુલર અને ઈલેકટ્રોરલ મતોમાં નિર્ણાયક બહુમતી સાથે ફરી એક વાર વ્હાઇટ હાઉસમાં પરત ફર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના એકમાત્ર એવા રાષ્ટ્રપતિ હશે જેમના પર અસંખ્ય આરોપ અને એટલા જ વિવાદ સંકળાયેલા છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વની સૌથી મોટી લોકશાહી ચલાવશે. આજે આપણે જાણીશું કે, અમેરિકાની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કેમ ઓળઘોળ થયા. સાથે સાથે એ પણ જાણીશું કે, આ ચૂંટણીની દુનિયા પર શું અસર પડશે, જોઈએ.


  • 4 વર્ષના 'વનવાસ' બાદ ટ્રમ્પની વાપસી

  • અમેરિકામાં ટ્રમ્પ શાસનથી દુનિયામાં શું થશે બદલાવ?

  • શું યુદ્ધગ્રસ્ત વિશ્વમાં શાંતિ લાવશે ટ્રમ્પ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ એ ક્ષણ હતી જેમના માટે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચાર વર્ષ સુધી રાહ જોઈ. ટ્રમ્પે પ્રમુખપદની ચૂંટણી ભારે બહુમતીથી જીતી લીધી હોવાના સમાચાર મળતા જ ડેમોક્રેટ્સ અને તેમના સમર્થકો આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. હુલ્લડો, તોડફોડ અને અગાઉની સરકારને તોડી પાડવાનું કાવતરું ઘડવાના આરોપ બાદ પણ ટ્રમ્પ 78 વર્ષની વયે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા સૌથી વૃદ્ધ વ્યક્તિ બની ગયા છે. 2020માં ટ્રમ્પએ હાર સ્વીકારવાને બદલે, ચૂંટણી પ્રક્રિયાની જ કાયદેસરતાને તેમજ તેની વાસ્તવિકતા પર શંકા વ્યક્ત કરી હતી.. એ સમય બાદ પ્રથમ વખત ડોનાલ્ડ ટ્રમ્પ આવી રીતે ડાન્સ કરતા જોવા મળ્યા હતા.


કાળજું ચીરી દેતી કહાની, ગર્ભમાં રહેલી દીકરીનો કર્યો સોદો, 7 ગ્રાહક તૈયાર


ટ્રમ્પ ચૂંટણી જીતતાની સાથે જ PM મોદી અને ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને નેતાઓએ વિશ્વ શાંતિ માટે સાથે મળીને કામ કરવાની વાત કરી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે આખી દુનિયા પીએમ મોદીને પ્રેમ કરે છે. ટ્રમ્પે કહ્યું કે ભારત એક અદ્ભુત દેશ છે અને પીએમ મોદી એક અદ્ભુત વ્યક્તિ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદીને કહ્યું કે તેઓ તેમને અને ભારતને તેમના સાચા મિત્રો માને છે. પીએમ મોદી પ્રથમ વિશ્વ નેતાઓમાંના એક હતા જેમની સાથે ટ્રમ્પે જીત બાદ વાત કરી હતી. 


ટ્રમ્પે 78 વર્ષની વયે 140 વર્ષ પછી બિન-સતત કાર્યકાળમાં સત્તા પર પાછા ફરનાર માત્ર બીજા વ્યક્તિ બનીને યુએસ ઇતિહાસમાં રેકોર્ડ બનાવ્યો છે. આમ, પોતાનો વિજય ભાષણ આપતી વખતે ટ્રમ્પ અન્ય કોઈ અમેરિકન પ્રમુખથી અલગ દેખાતા ન હતા. ટ્રમ્પ અમેરિકન હિતોને હંમેશા અગ્રણી રાખશે અને રાષ્ટ્રની સેવા કરશે. 
 
ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું. ટ્રમ્પને 1,000 કરોડથી વધુનું ભંડોળ પૂરું પાડવા ઉપરાંત તેઓ ટ્રમ્પ સાથે રેલીઓમાં દેખાયા હતા. હવે સૌથી મોટી ચર્ચા એ છે કે ટ્રમ્પની જીતથી મસ્કને કેટલો ફાયદો થશે.
 


  • મસ્કની કંપની સ્પેસએક્સને સૌથી વધુ ફાયદો મળી શકે છે.. 

  • મસ્કને મળતા કોન્ટ્રાક્ટની સંખ્યામાં વધારો થશે.. 

  • મસ્કની કંપનીને જે કાનૂની અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે તેમાં ઘટાડો થશે.. 

  • હાલમાં, મસ્કની કંપનીઓ સામે 19 કેસ ચાલી રહ્યા છે.. 

  • મસ્કના સેલ્ફ ડ્રાઇવિંગ વિઝન અને રોબો ટેક્સી પ્લાનને લીલી ઝંડી મળશે.. 

  • ટ્રમ્પ વહીવટીતંત્રમાં મસ્ક પણ ભૂમિકા ભજવે તેવી શક્યતા છે..


 
અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારોને સીધો મત આપવામાં આવતો નથી. તેમના સ્થાને ઈલેક્ટર્સ ચૂંટાય છે, જે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ પર ચૂંટણી લડે છે. દરેક રાજ્યમાં ઈલેક્ટર્સની સંખ્યા નિશ્ચિત છે. સામાન્ય રીતે, જે રાજ્યમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને સૌથી વધુ મત મળે છે, તે રાજ્યની તમામ બેઠકો તેને મળે છે. 


રેકોર્ડ તોડશે અનાજનો ભંડાર! ચોખા અને મકાઈનું થશે રેકોર્ડબ્રેક ઉત્પાદન