US Election 2024 : અમેરિકામાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પછી ડોનાલ્ડ ટ્રમ્પ હવે ટીમની પસંદગી કરી રહ્યા છે. ટ્રમ્પને વ્હાઈટ હાઉસ સુધી ફરી પહોંચાડવામાં એડીથી ચોટી સુધીનું જોર લગાવનારાના નામ લોકોની વચ્ચે છે. જેમાં ટેસ્લાના સીઈઓ એલન મસ્કથી લઈને રોબર્ટ એફ. કેનેડી જુનિયર અને હલ્ક હોગાન વિશે બધાને ખબર છે. પરંતુ ટ્રમ્પની ઐતિહાસિક જીતમાં કેટલીક વંડર વુમન્સનો પણ ફાળો છે. ત્યારે ટ્રમ્પ 2.0માં કોણ છે 4 વંડર વુમન? જોઈશું આ રિપોર્ટમાં... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકામાં અબકી બાર ટ્રમ્પ સરકાર
ડોનાલ્ડ ટ્રમ્પે ફરીવાર ચૂંટણી જીતીને ઈતિહાસ રચી દીધો છે. જેમાં તેમને ફરીથી વ્હાઈટ હાઉસ સુધી પહોંચાડવામાં એડીચોટીનું જોર લગાવનારાના નામ લોકોને યાદ હશે. જેમાં ટેસ્લાના સીઈઓ એલન મસ્કથી લઈને રોબર્ટ એફ. કેનેડી જુનિયર અને હલ્ક હોગાન વિશે બધા જાણતાં જ હશે. પરંતુ ટ્રમ્પને આ જીત અપાવવામાં કેટલીક વંડર વુમન્સનો પણ ફાળો રહેલો છે. જેના વિશે લોકોને બહુ ઓછી જાણકારી છે. 


રાષ્ટ્રપતિની ખુરશી ખાલી કરતા પહેલા બાઈડેને કર્યું મોટું કામ, યુક્રેનને ભવિષ્યમાં નહિ


તુલસી ગેબાર્ડ
ડોનાલ્ડ ટ્રમ્પની ટીમમાં નંબર વન વંડર વુમન છે તુલસી ગેબાર્ડ. અમેરિકાની પહેલી હિંદુ સાંસદ તુલસીને ટ્રમ્પે રાષ્ટ્રીય ગુપ્તચર વિભાગના ડાયરેક્ટર બનાવ્યા છે. ડેમોક્રેટિક પાર્ટીમાંથી રિપબ્લિકન પાર્ટીમાં આવેલા તુલસીને મોટું ઈનામ મળ્યું છે. હવે તે ગુપ્તચર મામલા પર વ્હાઈટ હાઉસના સલાહકાર પણ હશે અને અમેરિકાની 18 જાસૂસી એજન્સીઓનું કામકાજ પણ સંભાળશે. ત્યારે તુલસી કોણ છે તે પણ જાણી લો...
 


  • તુલસીએ 21 વર્ષની ઉંમરે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. 

  • તે 4 વખત ડેમોક્રેટિક પાર્ટી તરફથી સાંસદ રહી ચૂક્યા છે.

  • અમેરિકાની સંસદમાં પહેલા હિંદુ સાંસદ હતા

  • તુલસીએ 2022માં ડેમોક્રેટિક પાર્ટીમાંથી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દાવેદારી કરી હતી

  • પોતાનું નામ પાછું ખેંચીને ડેમોક્રેટિક પાર્ટી છોડી દીધી હતી

  • તે પાકિસ્તાન-બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચારનો મુદ્દો ઉઠાવતા રહ્યા હતા


 
એલિસ સ્ટેફેનિક

ટ્રમ્પની ટીમમાં નંબર ટુ વંડર વુમન છે એલિસ સ્ટેફેનિક. બીજા કાર્યકાળમાં ટ્રમ્પે એલિસની પસંદગી ન્યૂયોર્ક સેનેટર સંયુકત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત પદ માટે કરી છે. ત્યારે કેમ એલિસની ટ્રમ્પે પસંદગી કરી તે પણ જાણી લો.
 


  • તે ઈઝરાયલની કટ્ટર સમર્થક રહી છે

  • એન્ટી ઈઝરાયલ પ્રોટેસ્ટની આગેવાની કરનાર યુનિવર્સિટીને લઈને આક્રમક રહી

  • 2019માં મહાભિયોગ દરમિયાન ટ્રમ્પ માટે વફાદાર બનીને રહી

  • તેણે હાર્વર્ડ યુનિવર્સિટીથી અભ્યાસ કર્યો છે

  • પૂર્વ રાષ્ટ્રપતિ બુશના કાર્યકાળમાં પણ તે કામ કરી ચૂકી છે


 શેર બજારમાં હાહાકાર, કેમ ડૂબી રહ્યાં છે લોકોના રૂપિયા, આ છે માર્કેટનો સૌથી મોટો વિલન



ક્રિસ્ટી નોએમ
ટ્રમ્પની ટીમમાં નંબર થ્રી વંડર વુમન છે ક્રિસ્ટી નોએમ. ડકોટાના ગવર્નર ક્રિસ્ટીને ટ્રમ્પે આ કાર્યકાળમાં હોમલેન્ડ સિક્યોરિટી મિનિસ્ટર બનાવ્યા છે. ત્યારે ક્રિસ્ટી કોણ છે તે પણ ગ્રાફિક્સની મદદથી જાણવાનો પ્રયાસ કરીએ.


  • ક્રિસ્ટી 2018માં પહેલીવાર દક્ષિણ ડકોટાના મહિલા ગવર્નર બન્યા હતા

  • 2018ની ચૂંટણીમાં તેમને તત્કાલીન રાષ્ટ્રપતિ ટ્રમ્પનું સમર્થન મળ્યું હતું

  • તે પોતાના આક્રમક અંદાજ માટે જાણીતી છે

  • સરહદની સુરક્ષા, સાઈબર ખતરા, આતંકવાદ સામે લડવાની જવાબદારી મળી છે


 
સુજી વાઈલ્સ
ટ્રમ્પ 2.0 કાર્યકાળમાં ચીફ ઓફ સ્ટાફ જેવા મોટા અને મહત્વના પદ માટે આ વખતે મહિલાની પસંદગી કરવામાં આવી છે. તેમનું નામ છે સૂજન ઉર્ફે સૂજી વાઈલ્સ. તે વ્હાઈટ હાઉસની ચીફ ઓફ સ્ટાફ બનનારી પહેલી મહિલા બની જશે. સૂજી કોણ છે તે પણ જાણી લો...
 


  • 2016 અને 2024માં ટ્રમ્પના સફળ અભિયાનનો તે ભાગ હતા

  • તે સ્વભાવે કડક, સ્માર્ટ અને ઈનોવેટિવ છે

  • 67 વર્ષના સૂજી ટ્રમ્પના વિશ્વાસુ વ્યક્તિ છે


 
વ્હાઈટ હાઉસમાં સૂજી વાઈલ્સ હોય કે નેશનલ ઈન્ટેલિજન્સના તુલસી ગેબાર્ડ. પોતાની ટીમમાં અનેક મહિલાઓને નિયુક્ત કરીને ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે મહિલા મતદારોની વચ્ચે મોટો સંદેશ આપ્યો છે. ત્યારે એ જોવાનું રહેશે તે ટ્રમ્પ 2.0 કાર્યકાળમાં મહિલાઓ માટે કેવા પગલાં ઉઠાવે છે.