વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે(3 મે)ના રોજ સંકેત આપ્યો કે ઉત્તર કોરિયામાં ત્રણ અમેરિકનોની અટકાયતની સૂચના મળી છે. આ અગાઉ સૂત્રોએ અમેરિકનોને એક સ્થાનથી બીજી જગ્યાએ લઈ જવાયાની જાણકારી આપી હતી. અત્રે જણાવવાનું કે આ અહેવાલ એવા સમયે આવ્યાં છે જ્યારે ટ્રમ્પ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનને મળવાની તૈયારી કરી રહ્યાં છે. ટ્રમ્પે ટ્વિટર પર  લખ્યું કે "ગત પ્રશાસન લાંબા સમયથી ઉત્તર કોરિયાઈ શ્રમ શિબિર પાસે 3 બંધકોના છૂટકારા અંગે માંગણી કરી રહ્યું હતું."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે અમેરિકા, ઉત્તર કોરિયા પાસે કિમ હાક સોંગ, કિમ સાંગ-ડૂક અને કિમ ડોંગ-ચૂલના છૂટકારાની માગણી કરી રહ્યું છે અને બંને પક્ષ તેમના આ છૂટકારા સંબંધિત સમાધાન કરવાની નજીક છે. દક્ષિણ કોરિયા કાર્યકર્તા ચોઈ સૂંગ-રયોંગે એએફપીને કહ્યું હતું કે તેઓ ઉત્તર કોરિયાની બહારની સરહદ પર આવેલી એક હોટલમાં રહે છે.



ઉત્તર કોરિયા સાથે ખરાબ સમજૂતિ વિકલ્પ નથી-પોમ્પિયો
બીજી બાજુ અમેરિકાના નવા ચૂંટાયેલા વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ બુધવારે ચેતવણી આપતા કહ્યું કે ઉત્તર કોરિયા સાથે ખરાબ સમજૂતિ કોઈ વિકલ્પ નથી. તેમણે વચન આપ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન પૂર્વમાં કરવામાં આવેલી ભૂલોને દોહરાવશે નહીં.


પોમ્પિયોએ કહ્યું કે અમે અમારા સમક્ષ આવેલા પડકારો અંગે સાચુ બોલીને અને તેનો સામનો કરીને ઉત્કૃષ્ટ કામ કર્યુ છે. પણ મજબુત દેશો સાથે ભાગીદારી કરવી એ અમેરિકા અે વિશ્વને વધુ સમૃદ્ધ અને સુરક્ષિત બનાવશે. તેમણે કહ્યું કે કોરિયાઈ પ્રાયદ્વિપને પરમાણુ નિરસ્ત્રીકરણ બનાવવાના લક્ષ્યાંકોને હાંસલ કરવાના અમેરિકાના પ્રયત્નો હજુ પ્રાથમિક તબક્કામાં છે અને હજુ એ સ્પષ્ટ નથી કે પ્રયત્નો સફળ જ રહેશે.