અફઘાનિસ્તાનમાં લાઇબ્રેરીના ફંડિંગ અંગે ટ્રમ્પે ઉડાવ્યો મોદીનો મજાક
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પત્રકાર પરિષદ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વ્યંગ કર્યો હતો
નવી દિલ્હી : પોતાની અસંબંધ ટિપ્પણી અને નિવેદનબાજી તથા ચોંકાવનારા નિર્ણયો માટે પ્રખ્યાત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પત્રકાર પરિષદ દરમિયાન ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વ્યંગ કર્યો છે. ટ્રમ્પે આ વ્યંગ ભારત દ્વારા અફઘાનિસ્તાનમાં કરવામાં આવી રહેલી મદદ માટે કર્યો છે. તેમણે કહ્યું કે, ભારતનાંવડાપ્રધાન સતત મને જણાવે છે કે અમે અફઘાનિસ્તાનમાં લાઇબ્રેરી બનાવી, પરંતુ હું કહું છું કે તેનો ઉપયોગ કોણ કરી રહ્યું છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, હું જો ભારતની વાત કરૂ તો તેમની ઉપસ્થિતી અફઘાનિસ્તાનમાં છે. વડાપ્રધાન મોદીએ મને જણાવ્યું કે, તેમણે અફઘાનિસ્તાનમાં લાયબ્રેરી બનાવી, પાંચ કલાક સુધી તેમણે આ જ વાત કરી. તેમણે (મોદીએ) મને જણાવ્યું કે પોતે ખુબ જ સ્માર્ટ છે, હવે એમાં અમે તો શું કરી શકીએ... અહો... લાઇબ્રેરી માટે આભાર. ખબર નહી અફઘાનિસ્તાનમાં તે લાઇબ્રેરીનો ઉપયોગ કોણ કરી રહ્યું છે. જો કે તે માત્ર એક-બે વસ્તુઓમાંથી છે. હું સંપુર્ણ ક્રેડિટ લેવા નથી માંગતો.
ઉલ્લેખનીય છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં દક્ષિણ એશિયન નીતિના મુદ્દે વાત કરી. તેમણે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં ભારત, પાકિસ્તાન, રશિયા જેવા દેશોની હાજરી છે. આપણે તેનાથી ઘણા દુર છીએ તેમ છતા પણ તેમની મદદ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અફઘાનિસ્તાનમાં ગત્ત લાંબા સમયથી એક્ટિવ છીએ. ભારત સતત અફઘાનિસ્તાનમાં પ્રોગ્રેસિવ પ્રોગ્રામ ચલાવે છે, જેમાં શાળાના બાળકો, પુનરુત્થાન જેવા કાર્યક્રમનો પણ સમાવેશ થાય છે. જો કે અમેરિકી રાષ્ટ્રપતિ કયા પ્રોગ્રામની વાત કરી રહ્યા હતા તે હજી સુધી સ્પષ્ટ નથી.
જો કે મહત્વની વાત છે કે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ભારત દ્વારા અફઘાનિસ્તાનમાં કરવામાં આવી રહેલી જે મદદ પર વ્યંગ કરતા રહ્યા હતા, તેમની જ સરકારે જ્યારે અફઘાનિસ્તાનની નીતિ બનાવી હતી તો ભારતને મહત્વની જવાબદારી આપી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે રાષ્ટ્રપતિ બન્યા તો તેમણે દક્ષિણ એશિયા માટે નીતિ બનાવી, આ દરમિયાન અફઘાનિસ્તાનમાં પોતાનાં મિશનને આગળ વધવા માટે તેમણે ભારતને મહત્વનાં સાથી ગણાવ્યા હતા.