ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને ગણાવ્યા મહાન નેતા, કોરોના સામે જંગમાં માગી મદદ
કોરોના (coronavirus)ની સામે જંગમાં ભારતની મદદની માગી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ નરેન્દ્ર મોદીની ઘણી પ્રશંસા કરતા તેમને મહાન નેતા ગણાવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકન મીડિયાથી ભારતથી હાઈડ્રોઓક્સીક્લોરોક્વીન (Hydroxychloroquine) દવા માગવાના મુદ્દે વાત કરી હતી. તેમણે કહ્યું કે, અમે આ દવાના લાખો ડોઝ ખરીદવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્હી: કોરોના (coronavirus)ની સામે જંગમાં ભારતની મદદની માગી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ નરેન્દ્ર મોદીની ઘણી પ્રશંસા કરતા તેમને મહાન નેતા ગણાવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકન મીડિયાથી ભારતથી હાઈડ્રોઓક્સીક્લોરોક્વીન (Hydroxychloroquine) દવા માગવાના મુદ્દે વાત કરી હતી. તેમણે કહ્યું કે, અમે આ દવાના લાખો ડોઝ ખરીદવાનો નિર્ણય કર્યો છે.
જો કે, અમારી પાસે તેની 29 મિલિયન ડોઝ છે. હું આ દવા માટે પીએમ નરેન્દ્ર મોદીથી વાત કરી હતી. મેં પીએમ મોદીને કહ્યું કે શું તે તે આપણા માટે રજૂ કરશે? તેથી અમે આમાંથી મોટી માત્રામાં ભારતને મળવાની આશા રાખીએ છીએ. પીએમ મોદી વાસ્તવમાં મહાન નેતા છે. ભારતે તેની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, આ દવાના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ મને આશા છે કે ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મળશે.
હકીકતમાં, કોરોના વાયરસ (Coronavirus) સામેની લડતમાં અમેરિકાએ ભારત પાસેથી 'હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન' દવાની માંગ કરી છે. આના પર ભારતે મંગળવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે દેશની સ્થાનિક જરૂરિયાતો પૂરી કર્યા પછી આ દવાની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. આ પછી, વિદેશ મંત્રાલયે નિવેદન જારી કર્યું હતું કે કોરોના વાયરસ મહામારીને જાઇને માનવીય આધાર પર ભારતે નિર્ણય લીધો છે કે, પેરાસીટામોલ અને હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન દવાઓ અમારી ક્ષમતાઓ પર આધારીત પડોશીઓને મોકલવામાં આવશે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે અમે કોરોના રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં આ દવાઓ સપ્લાય કરીશું. વળી, આ મુદ્દે કોઈ અટકળો થવી જોઈએ નહીં કે તેના પર રાજકારણ થવું જોઈએ નહીં.
થોડા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ટેલિફોનિક વાતચીતમાં ડોનાલ્ડ ટ્રમ્પે મેલેરિયા માટે ઉપયોગ કરવામાં આવતી હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન દવાની માગ કરી હતી. ટ્રમ્પ આ દવાનો કોરોનાની સામે ઉપયોગી માને છે. ભારતે આ દવાના નિકાસ પ્રતિબંધ લગાવ્યો છે. તેની ફરી માગ કરતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ પહેલા પણ કહ્યું હતું કે, ખાનગી વિનંતી બાદ પણ ભારતનો દવા ના આપવાનો નિર્ણય તેમના માટે ચોંકવાનાર થશે કેમ કે, વોશિંગટનના નવી દિલ્હી સાથે સંબંધ સારા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube