PM Modiને મળ્યો USનો Legion of Merit એવોર્ડ, રાષ્ટ્રપતિ Trumpએ કર્યા સન્માનિત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ સોમવારના ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ને લીજન ઓફ મેરિટ (Legion of Merit) એવોર્ડથી સન્માનિત કર્યા છે. પીએમ મોદીને આ સન્માન અમેરિકા અને ભારત વચ્ચેના મજબૂત સંબંધને દર્શાવે છે
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ સોમવારના ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ને લીજન ઓફ મેરિટ (Legion of Merit) એવોર્ડથી સન્માનિત કર્યા છે. પીએમ મોદીને આ સન્માન અમેરિકા અને ભારત વચ્ચેના મજબૂત સંબંધને દર્શાવે છે. છેલ્લા 4 વર્ષમાં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને પીએમ મોદી (Narendra Modi)ની મિત્રતાની પણ ઘણી ચર્ચામાં રહી છે.
આ પણ વાંચો:- Joe Bidenએ લાઈવ ટીવી પર લીધી Corona Vaccine, લોકોને કહ્યું- "હવે ડરવાની જરૂર નથી"
તમને જણાવી દઇએ કે, લીજન ઓફ મેરિટ (Legion of Merit) એવોર્ડ અમેરિકાના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડમાંથી એક છે. લીજન ઓફ મેરિટ (Legion of Merit) એવોર્ડ અમેરિકી સેનાના અધિકારી, અમેરિકા માટે કંઇક મોટું કરવા અને બીજા દેશના રાષ્ટ્રધ્યક્ષને આપવામાં આવે છે.
આ પણ વાંચો:- વિશ્વમાં ડરનો માહોલ, અત્યાર સુધી બ્રિટન સહિત 5 દેશોમાં ફેલાય ચુક્યો છે નવો કોરોના વાયરસ
અમેરિકા (USA)માં ભારતીય રાજદૂત તરણજીત સંધુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ને આપવામાં આવેલા સન્માન લીજન ઓફ મેરિટ (Legion of Merit)ને રિસીવ કર્યો હતો. આ એવોર્ડ રિસીવ કરતા સમયે તેઓ જોવા મળ્યા. અમેરિકા નેશનલ સિક્યુરિટી કાઉન્સીલે ટ્વીટ કરી આ જાણકારી આપી હતી.
અમેરિકા ગુજરાતીનો ડંકો વાગ્યો, કડીના વેદાંત પટેલ જો બાઇડેનની ટીમમાં સામેલ
અમેરિકા નેશનલ સિક્યુરિટી કાઉન્સીલે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યું, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અમેરિકા-ભારત વ્યૂહાત્મક ભાગીદારીને વધારવામાં તેમના નેતૃત્વ માટે લીજન ઓફ મેરિટથી સન્માનિત કર્યા. પ્રધાનમંત્રી મોદીની જગ્યા રાજદૂત તરણજીત સંધુએ આ એવોર્ડ સ્વીકાર કર્યો: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ સી.ઓ બ્રોયન.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube