વોશિંગટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યોગ્યતા પર આધારિત ઇમીગ્રેશન સિસ્ટમ રજૂ કરી છે. જેનાથી ગ્રીન કાર્ડ અથવા સ્થાયી કાનૂની નિવાસની પરવાનગીની રાહ જોઇ રહેલા હજારો ભારતીય સહિત વિદેશી પ્રોફેશનલ્સ અને કુશળ કર્મચારીને લાભ થશે. ઇમીગ્રેશન સુધાર પ્રસ્તાવોમાં કુશળ કર્મચારી માટે અનામતને લગભગ 12 ટકાથી વધારી 57 ટકા કરવાની વાત કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: OMG: એક વર્ષની ચમત્કારી 'બેબી સ્વિમર', કમાલ જોઇ તમે પણ રહી જશો દંગ, જુઓ VIDEO


નીતિને મંજૂરી મળવી સરળ નથી
આ ઉપરાંત પ્રસ્તાવિત સુધારા અંતર્ગત ઇમિગ્રન્ટને અંગ્રેજી સીખવું પડશે અને એડમિશન પહેલાં નાગરિક શાસ્ત્રની પરીક્ષામાં પાસ થવું પડશે. જોકે, આ મોટી ઇમિગ્રેશન નીતિને હાલમાં કોંગ્રેસની મંજૂરી મળવું મુશ્કેલ લાગી રહ્યું છે. કેમકે ડેમોક્રેટિક પાર્ટી અને રિપબ્લિકન પાર્ટીના સાંસદ આ મામલે વહેંચાયેલા છે. પ્રતિનિધિ સભામાં ડેમોક્રેટિક પાર્ટીની બહુમત છે અને સેનેટમાં રિપબ્લિકન પાર્ટીનું નિયંત્રણ છે. એવામાં આ નીતિની મંજૂરી મળવી સરળ નથી.


વધુમાં વાંચો: બ્રિટની સ્પીયર્સ આ બિમારીનાં કારણે હવે ક્યારે નહી કરી શકે પર્ફોમ ! લાખો ચાહકો નિરાશ


વિરોધમાં કેટલાક સાંસદ
રાષ્ટ્રપતિ તેમના રિપબ્લિકન સાંસદોને આ મુદ્દા પર સમજાવવામાં સફળ થઇ જાય, તો સાંસદ નૈંસી પેલોસીના નેતૃત્વવાળી ડેમોક્રેટ અને બીજા નેતા તેનો વિરોધ કરવાના મૂડમાં છે. ઇમિગ્રેશન નીતિના સંબંધમાં ‘રોઝ ગાર્ડન’માં જાહેરાત કરતા સમયે ટ્રમ્પે પોતે પણ તેને પાસ કરાવવામાં આવનારી મુશ્કેલીઓનો સ્વિકાર કર્યો અને તેમણે તેને આગામી વર્ષમાં ચૂંટણી મુદ્દો બનાવવાનો ઇશારો કરતા કહ્યું કે રિપબ્લિકન પાર્ટીની પ્રતિનિધિ સભામાં પણ બહુમતી હાંસલ કરવા, સેનેટમાં બહુમતી જાળવી રાખવા અને તેમને પોતે બીજીવખત વ્હાઇટ હાઉસમાં ચૂંટાવાની આવશ્યક્તા છે.


વધુમાં વાંચો: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દલાઇ લામાથી મળવા થયા તૈયાર, પરંતુ ભારતે કહ્યું...


54 વર્ષ પહેલા થયો હતા ઇમિગ્રેશન સુધારણા
ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમેરિકામાં આ અગાઉ પહેલા ઇમિગ્રેશન સુધાર 54 વર્ષ પહેલા થયું હતું. ટ્રમ્પનું કહેવું છે કે તેઓ એક એવી યોગ્યતા આધારીત ઇમિગ્રેશન સિસ્ટમ બનાવવા માગી રહ્યા છે, જેના અંતર્ગત કાયમી કાનૂની આવાસ વય, જ્ઞાન, નોકરીની તકના આધારે લોકોને આપવામાં આવશે, જે નાગરિક તરીકેની તેમની જવાબદારીને ધ્યાનમાં લે છે.


જુઓ Live TV:-


વર્લ્ડના અન્ય સમાચાર  વાંચવા માટે અહીં ક્લિક કરો...