વોશિંગ્ટન : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનથી મોટી સંખ્યામાં સૈનિકોને પરત બોલાવવાનો નિર્ણય લીધો છે. એક અમેરિકન અધિકારીએ ગુરૂવારે આ અંગે માહિતી આપી હતી. સીરિયાથી અમેરિકન સૈનિકોને પરત બોલાવવાનો નિર્ણય કરવાનાં એક દિવસ બાદ આ જાહેરાત કરવામાં આવી. અઅધિકારીઓએ નામ નહી જાહેર કરવાની શરતે કહ્યું કે, નિર્ણય લેવામાં આવ્યો છે, મોટી સંખ્યામાં સૈનિકોને પરત બોલાવવામાં આવશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાએ ગત્ત મંગળવારે જ સીરિયાથી પોતાનાં સૈનિકો પરત બોલાવવાનો નિર્ણય લીધો હતો. હાલ સીરિયામાં આશરે 2000થી વધારે સૈનિકો છે. તેમાંથી મોટા ભાગનાં સ્થાનિક સૈનિકોને ટ્રેનિંગ આપી રહ્યા છે. જે  કુર્દીશ સૈનિકો ISIS સામે લડી રહ્યા છે તેમને અમેરિકન સૈન્ય દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જો કે અમેરિકાનાં આ પગલાનાં અસાધારણ ભૂરાજનીતિક પરિણામો હશે, તથા અમેરિકાનાં સમર્થનથી ઇસ્લામિક સ્ટેટનાં જેહાદીઓ સામે લડી રહેલા કુર્દીશ સૈનિકો લટકી પડશે. 


અગાઉ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું કે, અમે સીરિયન ISISને હરાવી દીધા છે. ટ્રમ્પના શાસનકાળ દરમિયાન ત્યાં રહેવાનું મારૂ એકમાત્ર કારણ છે. ટ્રમ્પનાં નિર્ણયને સમય પહેલાનો ગણાવીને આલોચના કરવામાં આવ્યા બાદ વ્હાઇટ હાઉસે નિવેદન આપ્યું કે, સીરિયાથી અમેરિકી સૈનિકોને પરત બોલાવવાની રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં નિર્ણય અમેરિકી નીતિઓને અનુરૂપ છે, કારણ કે યુદ્ધથી જર્જર આ દેશમાં અમેરિકી સૈનિકોની હાજરી આઇએસઆઇએસને ખતમ કરવા માટે હતી, ગૃહયુદ્ધને સમાપ્ત કરવા માટે નહી.