વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે સોમવારે ઇરાનને ચેતાવણી આપી કે જો તે અમેરિકાને ધમકાવે છે તો તેણે એવું પરિણામ ભોગવવું પડશે, જેનું ઉદાહરન ઇતિહાસમાં ભાગ્યે જ મળે છે. તેમણે ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીને આપેલા સીધા સંદશમાં ટ્વિટર પર કહ્યું, ''અમેરિકાને ફરીથી ક્યારેય ન ધમકાવે નહીતર તમારે એવું પરિણામ ભોગવવું પડશે, જેનું ઉદાહરણ ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રંપે સંદેશમાં લખ્યું, ''અમે એવો દેશ નથી જે તમારી હિંસા અને મોતના વિક્ષિપ્ત શબ્દોને સહન કરશે. સતર્ક રહો.''


કેનેડા: ટોરેંટોમાં રેસ્ટોરંટની પાસે અંધાધૂંધ ફાયરિંગ, 9 લોકો ઘાયલ, શૂટર ઠાર મરાયો


પરમાણુ હથિયારોથી સજજ ઉત્તર કોરિયાની સાથે ઐતિહાસિક વાતચીત બાદથી ઇરાન ટ્રંપના નિશાના પર છે. 


(ઇનપુટ એએફપીમાંથી)