US President oath ceremony: નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીના રોજ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ સમયગાળા દરમિયાન અમેરિકાનો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાશે. અમેરિકાના ઈતિહાસમાં સંભવતઃ આ પહેલીવાર હશે, જ્યારે રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન તે દેશનો રાષ્ટ્રધ્વજ ગર્વથી લહેરાવી શકશે નહીં. આ આદેશ આઉટગોઇંગ રાષ્ટ્રપતિ જો બાઈડેન દ્વારા આપવામાં આવ્યો છે, જેમનો કાર્યકાળ 20 જાન્યુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાઈડેનના આ નિર્ણયથી ટ્રમ્પ હેરાન અને પરેશાન થયા છે. ટ્રમ્પ આ વાતને નિરાશ છે કે જ્યારે તેમના શપથ ગ્રહણ સમારોહમાં દેશનો રાષ્ટ્રધ્વજ ગર્વથી હવામાં લહેરાવવાનો હતો ત્યારે સમગ્ર દેશના ધ્વજ અડધી કાઠીએ લહેરાશે. ટ્રમ્પ બાઈડેનના આ નિર્ણયનો ખુલ્લેઆમ વિરોધ કે સ્વાગત કરવા સક્ષમ નથી. પરંતુ શપથ ગ્રહણ દરમિયાન રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાતો હોવાનો માત્ર વિચાર ટ્રમ્પનો મૂડ બગાડી રહ્યો છે. તેમણે આ અંગે પોતાની નિરાશા વ્યક્ત કરી છે. ચાલો હવે તમને જણાવીએ કે શું છે સમગ્ર મામલો?


રૂપિયા તૈયાર રાખો!આવતા અઠવાડિયામાં IPOની ભરમાર, 7 કંપનીઓની શેરમાર્કેટમાં થશે એન્ટ્રી


ટ્રમ્પના શપથ ગ્રહણમાં અમેરિકાનો રાષ્ટ્રધ્વજ કેમ અડધી કાઠીએ લહેરાશે?
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે 20 જાન્યુઆરીએ દેશના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. ત્યારે તેઓ ખુશ નહીં હોય. આના બે ખાસ કારણો છે. પહેલું એ કે તેના શપથ ગ્રહણ પહેલા જ અમેરિકન કોર્ટ 10 જાન્યુઆરીએ સિક્રેટ મની કેસમાં એડલ્ટ સ્ટારને સજા સંભળાવશે. 


ભારતમાં છે એક એવું ગામ જ્યાં 5 દિવસ મહિલા નથી પહેરતી કપડાં! અજીબોગરીબ પરંપરા


બીજું કારણ એ છે કે તેમના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન અમેરિકાનો રાષ્ટ્રધ્વજ સમગ્ર દેશમાં અડધી કાઠીએ લહેરાશે. તેનું કારણ 29 ડિસેમ્બરના રોજ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જીમી કાર્ટરનું નિધન થયું હતું. તેમના સન્માનમાં રાષ્ટ્રપતિ જો બાઈડેને અમેરિકાના ધ્વજને 30 દિવસ સુધી અડધી કાઠી પર લહેરાવવાનો આદેશ આપ્યો છે. આવી સ્થિતિમાં અમેરિકાના રાષ્ટ્રીય ધ્વજ 28 જાન્યુઆરી સુધી અરધી કાઠેએ લહેરાશે.