ટોકિયોઃ જાપાનના પ્રવાસે આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાનના વડાપ્રધાન આબે શિન્જો સાથે શુક્રવારે ગોલ્ફ રમવાની સાથે પ્રથમ અનૌપચારિક વાટાઘાટો કરી હતી. બંને દેશો વચ્ચે વ્યાપારિક મુદ્દે પણ ચર્ચા થઈ છે. એફે ન્યૂઝના રિપોર્ટ અનુસાર, મેચ કોણે જીતી એ ખબર પડી નથી, પરંતુ મોબારા કન્ટ્રી ક્લબમાં તેમણે ગોલ્ફ રમી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોલ્પ કોર્સમાં રમત દરમિયાન જાપાના ચર્ચિત ગોલ્ફ ખેલાડી ઇસાઓ આઓકી પણ હાજર રહ્યા હતા અને તેમણે પણ મેચમાં ભાગ લીધો હતો. મંત્રાલયના અનુસાર, 'આબે અને ટ્રમ્પે એક મૈત્રીપૂર્ણ વાતાવરણમાં પોતાની દોસ્તીને વધુ ગાઢ બનાવી હતી.'


આબેએ ગોલ્ફ કોર્સ પર ટ્રમ્પ સાથે લીધેલી પોતાની સેલ્ફી ટ્વીટ કરતાં રવિવારે જણાવ્યું કે, 'જાપાન-અમેરિકા ગઠબંધનને નવા જાપાની યુગમાં વધુ મજબૂત બનાવશે.' ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે, "વડાપ્રધાન આબે શિન્જો સાથે મળીને મને ઘણી મજા આવી. અનેક જાપાની અધિકારીઓએ મને કહ્યું કે,ડેમોક્રેટ મને કે રિપબ્લિક પાર્ટીને વિજયી જોવાને બદલે અમેરિકાની નિષ્ફળ તતું જોવા ઈચ્છશે."


અહો આશ્ચર્યમ! એક્વેરિયમમાં વર્જિન ફીમેલ એનાકોન્ડાએ આપ્યો 18 બચ્ચાંને જન્મ, દુનિયા ચકિત..


મંત્રાલયે જણાવ્યું કે, ગોલ્ફ રમતા પહેલાં બંને નેતાઓએ સાથે નાશ્તો કર્યો હતો અને બપોરનું ભોજન પણ કર્યું, જેમાં અમેરિકાથી મગાવાયેલો ડબલચીઝ બર્ગર અને ગૌમાંસનો સમાવેશ થાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ એમ પણ જણાવ્યું કે, જાપાનની સાથે અમારી વ્યાપારની વાટાઘાટોમાં ઉલ્લેખનીય પ્રગતિ થઈ છે. ખાસ કરીને કૃષિ અને ગૌમાંસના ક્ષેત્રમાં. 


એવું માનવામાં આવે છે કે, અમેરિકાના વ્યાપાર પ્રતિનિધિ રોબર્ટ લાઈથિઝર અને તેમના જાપાની સમકક્ષ તોશિમિત્સુ મોતેગી વચ્ચેની વાટાઘાટોમાં અમેરિકાએ જાપાનના બજારમાં પોતાના દેશના ગૌમાંસ, પોર્ક અને ઘઉંના ઉત્પાદોનું વધુ વેચાણ થાય તેવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. સામે પક્ષે જાપાને એ વાત પર ભાર મુક્યો છે કે, વાહન સહિત જાપાનના તમામ ઔદ્યોગિત ઉત્પાદનો પર અમેરિકામાં ઈમ્પોર્ટ ડ્યુટી ઓછી કરવામાં આવે. 


ડોનાલ્ડ ટ્રમ્પ સુમો કુશ્તીની એક ટૂર્નામેન્ટની ફાઈનલમાં મુખ્ય મહેમાન પણ બનવાના છે અને વિજેતાને ટ્રોફી આપશે. 


જૂઓ LIVE TV...


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...