90 સેકન્ડ માટે સ્ટોપ થઈ પૃથ્વીના મહાવિનાશની ઘડિયાળ, 2024 માં છે મોટો ખતરો
Doomsday Clock : વૈજ્ઞાનિકોએ એક એવી ઘડિયાળ બનાવી છે, જે પ્રલયનો સમય બતાવે છે... દર વર્ષે એકવાર આ ઘડિયાળ તેના સમયને કારણે ચર્ચામાં આવે છે
Doomsday Clock: સતત બીજા વર્ષે પ્રલયની ઘડિયાળ અડધી રાતે 90 સેકન્ડ પર સેટ કરવામાં આવી છે. જેમ આ ઘડિયાળમાં 12 વાગશે, તો તે નક્કી થઈ જશે કે ધરતી પર હવે માનવીઓના રહેવા લાયક નથી રહી. આ ઘડિયાળને પ્રલયની ઘડિયાળ કહેવાય છે. અહીંથી પૃથ્વીનો સર્વનાશ શરૂ થશે. દર વર્ષે આ ઘડિયાળ એ નક્કી કરે છે કે, માનવ જાતિ પાસે પ્રાકૃતિક, રાજકીય, પરમાણુ જંગ રોકવા માટે કેટલો સમય છે.
મહાવિનાશની ઘડિયાળ ફરી ચર્ચામાં આવી છે. હકીકતમાં વૈજ્ઞાનિકો પાસે આ એક સાંકેતિક ઘડિયાળ છે, જે બતાવે છે કે આપણે મહાવિનાશથી કેટલા દૂર છીએ. આ ઘડિયાળમાં ગત વર્ષે યુક્રેન યુદ્ધના કારણે મહાવિનાશમાં 90 સેકન્ડ બચ્યા હતા. 2024 માં પણ વૈજ્ઞાનિકોએ મોટો ખતરો બતાવ્યો છે.
પ્રલયની આ ઘડિયાળ બતાવે છે કે, માનવો તબાહીથી કેટલા દૂર છે. તેનો સમય એકવાર ફરીથી મહાવિનાશ તરફ પહોંચી ગયો છે. ઘડિયાળ પર અડધી રાતે 90 સેકન્ડ પહેલાનો સમય નોંધાયો હતો. વૈજ્ઞાનિકોએ પોતાના હાથથી ફરીથી તેનો સમય બદલી નાઁખ્યો છે.
આ છે ડબલ મીનિંગવાળા 3 સુપરહીટ ગીત, જેને ખુલીને કોઈની સામે નહિ ગાઈ શકો, છતાં ફેમસ થયા
ગત 75 વર્ષોમાં ઘડિયાળનો કાંટો એ હિસાબે ફરે છે કે, જળવાયુ પરિવર્તન અને પરમાણુ યુદ્ધ સહિત પૃથ્વી પર માનવ સભ્યતાને સમાપ્ત કરનારા ખતરમાં કેટલા પગલા લેવામાં આવ્યા છે. ગત વર્ષે પણ ઘડિયાળનો કાંટો મધ્ય રાત્રિથી દોઢ મિનિટ પહેલા સેટ કરવામાં આવ્યો હતો. આ પહેલા આવી સ્થિતિ શીત યુદ્ધ દરમિયાન બની હતી.
આ વખતે વૈજ્ઞાનિકોએ ઘડિયાળનો સમય વધારવાનું કારણ પરમાણુ હથિયાર, હથિયારોની સ્પર્ધા, યુક્રેન યુદ્ધ, જળવાયુ પરિવર્તન જેવી ચિંતાઓ વ્યક્ત કરી છે.
આ ઘડિયાળનો સમય પરમાણુ વૈજ્ઞાનિકોના બુલેટીન અનુસાર દર વર્ષે બદલવામા આવે છે. 2007 પહેલા વૈજ્ઞાનિકોએ હથિયારોના ઉપયોગ અને જળવાયુ પરિવર્તન જેવા જોખમભર્યા બાબતોનો માનવો પર ઉલ્લેખ કર્યો હતો. મંગળવારે 2024 ના બુલેટિનમાં જણાવાયુ કે, ચીન, રશિયા, અણેરિકા પોતાના શસ્ત્રોને આધુનિક બનાવી રહ્યાં છે. તેના માટે ભારે ખર્ચ કરી રહ્યાં છે. જેને કારણે પરમાણુ યુદ્ધનો ખતરો વધી ગયો છે.
ગુજરાતના છેવાડાના માનવી સુધી દવા પહોંચશે, રાજકોટ AIIMSએ ડ્રોનથી 40 KM દૂર દવા મોકલી