લંડન: નાની બાળકીઓને બ્રેસ્ટ આયરનિંગની ખુબ જ દર્દનાક અને અપમાન જનક પરંપરા હવે બ્રિટન જેવા આધુનિક ગણાતા દેશમાં વધતી જોવા મળી રહી છે. બ્રેસ્ટ આયર્નિંગમાં નાની બાળકીઓની બ્રેસ્ટ પર ગરમ પથ્થર રાખવામાં આવે છે જેથી કરીને તેમને છાતીનો ઉભાર વધતો રોકી શકાય. આવું એટલા માટે કરવામાં આવે છે કારણ કે આમ કરીને છોકરીઓને પુરુષોની ખરાબ નજર, શારીરિક શોષણ અને દુષ્કર્મથી બચાવી શકાય. એક રિપોર્ટમાં આ વાત કરવામાં આવી છે. ગાર્ડિયનના એક અહેવાલ મુજબ લંડન, યોર્કશાયર, એસેક્સ અને પશ્ચિમી મિડલેન્ડના સામાજિક કાર્યકરોએ અખબારને એવા અનેક કેસો અંગે જણાવ્યું કે જેમાં છોકરીઓને નાની ઉંમરમાં જ બ્રેસ્ટ આયરનિંગનો સામનો કરવો પડે છે. નોંધનીય છે કે આ પરંપરા આફ્રિકામાં લાંબા સમયથી ચાલતી આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેરુ: પહાડ પરથી ભેખડ ધસી પડી અને સીધી હોટલ પર પડતા અનેક લોકો દટાયા, 15ના મોત


સંયુક્ત રાષ્ટ્રે પણ તેનું વર્ણન કર્યું છે કે આ પરંપરા દુનિયાના એ પાંચ મોટા ગુનાઓમાં સામેલ છે જે અંડર રેડેડ ક્રાઈમ હેઠળ આવે છે અને લિંગ આધારીત હિંસા પર આધારિત હોય છે. અંડર રેટેડ ક્રાઈમનો અર્થ છે કે એવા ગુના કે જેની સૂચના પોલીસને અપાતી નથી. આમ કરનારા ગુનેહગારો મોટાભાગે માતાઓ જ હોય છે જે તેને એક પરંપરાગત ઉપાય ગણે છે. જેના કારણે છોકરીઓ સાથે છેડછાડની ઘટનાઓથી બચાવી શકાય. મેડિકલ વિશેષજ્ઞો અને પીડિતો આ પરંપરાને ચાઈલ્ડ એબ્યુઝ પણ કહે છે. જે માનસિક અને શારીરિક નિશાનની છાપ છોડે છે. તેનાથી ઈન્ફેક્શન ઉપરાંત સ્તનપાન કરાવવામાં અસમર્થતા, સ્તનોમાં વિકૃતિ અને કેન્સરનું જોખમ પણ વધે છે. એક સામાજિક કાર્યકર્તાનું કહેવું છે કે તે આવા 15-20 ટકા કેસો અંગે જાણે છે. જે સાઉથ લંડન ટાઉન ક્રોયડોનના છે. 


તેણે જણાવ્યું કે તેમાં માતાઓ, આંટીઓ કે દાદી એક પથ્થરનો ઉપયોગ કરે છે. જેને બ્રેસ્ટવાળા ભાગ પર મૂકે છે. આવું અનેકવાર કરવામાં આવે છે જેથી કરીને ટિશ્યુને તોડી શકાય. જેના કારણે બ્રેસ્ટનો ગ્રોથ ઓછો થાય. તેમણે કહ્યું કે ક્યારેક ક્યારેક તો તેઓ તેને અઠવાડિયામાં એકવાર કરે છે તો  ક્યારેક બે વાર... આ તેમના પોતાના નિર્ણય પર આધારિત હોય છે. મહિલા અને છોકરીઓ માટે કામ કરનારી એક સંસ્થાની હેડ માર્ગારેટ નયુયદજેવિરાનું કહેવું છે  કે બ્રિટનમાં ઓછામાં ઓછી એક હજાર છોકરીઓ અને મહિલાઓએ આ બધુ સહન કરવું પડે છે. પરંતુ  તેના અંગે હજુ કોઈ ઔપચારિક ડેટા બહાર આવ્યો નથી. આ મામલે બ્રિટન સરકારનું કહેવું છે કે તેઓ આ પ્રથાને ખતમ કરવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. જ્યારે સામાજિક કાર્યકરોનું કહેવું છે કે હજુ સુધી આ દિશામાં બહુ ખાસ કામ થયું નથી. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...