શું પ્રાઈવેટ નોકરીમાં લોકો પોતાના કામના કલાકથી 2-1 કલાક વધુ કામ કરીને પણ પગાર એટલો જ મેળવે છે, જેટલો નક્કી હોય છે અને ક્યાં એવી શાનદાર નોકરી નીકળી છે જેમાં કોઈ ડિગ્રી વગર લાખો રૂપિયા પગાર મળે. આ શાનદાર જોબ વિશે જાણીને તમે પણ તેને કરવા માટે આતુર બની જશો. હકીકતમાં આવી નોકરી વિશે આજ સુધી તમે સાંભળ્યું પણ નહીં હોય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ નોકરીને કોઈની પણ લાઈફની ડ્રીમ જોબ પણ કહી શકાય છે કારણ કે તેમાં ડિગ્રી વગર પૈસા તો મળશે જ પરંતુ સાથે સાથે ખુબસુરત જગ્યા પર પોસ્ટિંગ પણ મળશે. તમે એમ કહી શકો કે તમને હરવા ફરવા અને શાનદાર મૌસમનો આનંદ લેવા માટે આ નોકરી ઓફર થઈ રહી છે. જો કે આ સાથે કેટલીક શરતો અને ટેસ્ટ છે જેને પાસ કર્યા બાદ જ નોકરી મળી શકે છે. 


61 લાખ રૂપિયાની શાનદાર નોકરી
આ નોકરી હકીકતમાં સ્ટોમાં ટ્રેન ડ્રાઈવરની છે. કેન્ડિડેટને ફોર્ટ વિલિયમ ડ્રાઈવિંગ ટ્રેન્સને ડ્રાઈવ કરવાની રહેશે. ટ્રેન ડ્રાઈવરને વેસ્ટ હાઈલેન્ડ લાઈન પર આઈકોનિક Glenfinnan Viaduct સુધી ટ્રેનને લઈ જવાની રહેશે. આ  હેરી પોટર ફિલ્મનો જાણીતો રૂટ છે. જેના પર હોગવર્ટ્સ એક્સપ્રેસ જતી હતી.  જે પણ પોર્ટર ફેન્સ હશે તેમને સ્કૂલથી હેરી અને તેના મિત્રોની રાઈડ યાદ આવી ગઈ હશે. ટ્રેન ડ્રાઈવરની નોકરી કરનારાએ આ રૂટ પર ટ્રેન ચલાવવી પડશે. 


શું છે નોકરીની શરતો
નોકરી કરનારાના ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ હોવી જરૂરી છે. આ માટે કોઈ ડિગ્રીની જરૂરી નથી પરંતુ કેટલાક ટેસ્ટ તો જરૂર પાસ કરવા પડશે. સ્કોટ રેલ મુજબ કેન્ડિડેટનો ઉત્સાહ, પોઝિટિવ અને વાતચીતમાં સારો હોવો જરૂરી છે. આ ઉપરાંત તે ફોકસ્ડ અને પ્રોબ્લમ સોલ્વર પણ હોવો જોઈ. તેને સાઈકોમેટ્રિક એસેસમેન્ટ, કોમ્પિટેન્સી બેસ્ડ ઈન્ટરવ્યુ, મેડિકલ એક્ઝામ, અને ડ્રગ્સ/આલ્કોહોલ સ્ક્રીનિંગથી પણ પસાર થવાનું રહેશે. શરૂઆતમાં પગાર જ્યાં 32 લાખ રૂપિયા પ્રતિ વર્ષ રહેશે ત્યાં 9 મહિના બાદ વધીને 58 થી 60 લાખ રૂપિયા સુધી થઈ જશે. આ ઉપરાંત ભથ્થા પણ અલગથી આપવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube