નવી દિલ્હી: ઈરાકના પ્રધાનમંત્રી મુસ્તફા અલ કદીમીના નિવાસ સ્થાન પર વિસ્ફોટક ભરેલા ડ્રોનથી હુમલો થયો છે. આ હુમલો આજે વહેલી સવાર થયો. જો કે ઈરાકના પ્રધાનમંત્રીનો આ જીવલેણ હુમલામાં બચાવ થયો છે. ઈરાકી સેનાએ તેને પીએમની હત્યાની કોશિશ ગણાવી છે. આ બાજુ અલ અરેબિયાના સમાચાર મુજબ આ હુમલામાં કેટલાક લોકો ઘાયલ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈરાકની સેના દ્વારા જારી થયેલા એક નિવેદન મુજબ આ હુમલો કદીમીના બગદાદ સ્થિત નિવાસ સ્થાનના ગ્રીન ઝોનને નિશાન બનાવીને કરવામાં આવ્યો. જો કે સેના દ્વારા હાલ આ અંગે કોઈ વધુ જાણકારી અપાઈ નથી. બે અન્ય સરકારી અધિકારીઓએ જણાવ્યું કે કદીમીના આાસ પર વિસ્ફોટકો ભરેલા ડ્રોનથી હુમલો કરાયો. 


બ્રાઝિલની અત્યંત લોકપ્રિય સિંગરનું વિમાન દુર્ઘટનામાં મોત, પ્લેન ક્રેશ પહેલા શેર કર્યો હતો આ Video


આ હુમલાની હાલ કોઈ પણ આતંકવાદી જૂથી જવાબદારી લીધી નથી. પ્રધાનમંત્રી આવાસના ગ્રીન ઝોન વિસ્તારમાં સરકારી ઈમારતો, અને વિદેશી દૂતાવાસ છે. અહીં રહેનારા પશ્ચિમી દેશોના રાજદૂતોએ જણાવ્યું કે તેમણે ધડાકા અને ગોળીબારીના અવાજ સાંભળ્યા. અત્રે જણાવવાનું કે ઈરાન સાથે મળીને સશસ્ત્ર સમૂહોએ હાલના સમયમાં ગ્રીન ઝોન પાસે ગત મહિને થયેલી સંસદીય ચૂંટણીઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube