ઈસ્લામાબાદ: પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ભારતીય ઉચ્ચાયોગ ( Indian high commission )ના રહેણાંક વિસ્તારમાં એક ડ્રોન જોવા મળ્યું છે. આ મુદ્દો ભારત તરફથી પાકિસ્તાન સમક્ષ આકરા શબ્દોમાં ઉઠાવવામાં આવ્યો છે અને એક નોટ વર્બલમાં ઈસ્લામાબાદ સાથે સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ડિયન હાઈ કમિશન પર નિગરાણીની કોશિશ
આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે પાકિસ્તાનમાં ભારતીય ઉચ્ચાયોગ (Indian High Commission) ના વિસ્તારમાં ડ્રોન જોવા મળ્યું હોય એવી ઘટના ઘટી છે. ડ્રોન હાઈ કમિશનના વિસ્તારમાં એવા સમયે દેખાયું કે જ્યારે ત્યાં મિશનની અંદર એક કાર્યક્રમ ચાલુ હતો. તેનાથી એ તો સ્પષ્ટ થઈ ગયું છે કે પાકિસ્તાન ભારતીય ઉચ્ચાયોગ પર નિગરાણીની કોશિશ કરી રહ્યું છે. 


જમ્મુ એરફોર્સ સ્ટેશનમાં ડ્રોનથી ધડાકા
અત્રે જણાવવાનું કે જમ્મુમાં એરફોર્સ સ્ટેશનમાં ટેક્નિકલ વિસ્તારમાં રવિવારે સવારે 2 વિસ્ફોટ થયા હતા. વિસ્ફોટ ઓછી તીવ્રતાવાળા હતા અને તેમાં ડ્રોનનો ઉપયોગ થયો હોવાની વાત સામે આવી હતી. એક વિસ્ફોટથી એક ઈમારતની છતને મામૂલી નુકસાન થયું છે. જ્યારે બીજો વિસ્ફોટ ખુલ્લા વિસ્તારમાં થયો હતો. ડ્રોનની ઘટનાઓ સામે આવતા ભારતે સતર્કતા વધારી દીધી છે. જ્યારે જમ્મુમાં ડ્રોન જોવા મળવાની અનેક ઘટનાઓ સામે આવી છે. 


PICS: Imran Khan સહિત આ 6 નેતાઓની વિચિત્ર આદતો જાણશો તો આઘાત લાગી જશે


જમ્મુમાં એક અઠવાડિયામાં 10 ડ્રોન દેખાયા
જમ્મુ એરફોર્સ સ્ટેશનમાં વિસ્ફોટ થયા બાદથી ડ્રોન જોવા મળવાની ઘટના વધી ગઈ છે. વિસ્ફોટના બીજા દિવસે જમ્મુના કુંજવાની સ્થિત કાલુચક અને રત્નુચક વિસ્તારમાં સેનાના બ્રિગેડ હેડક્વાર્ટર ઉપર સતત બે દિવસ ડ્રોન મંડરાતા જોવા મળ્યા હતા. ત્યારબાદ બુધવારે પણ દાલ સરોવર પાસે એક ડ્રોન જોવા મળ્યું હતું. શુક્રવારે એટલે કે આજે પણ જમ્મુના અરનિયા સેક્ટરમાં ઈન્ટરનેશનલ બોર્ડર પર એક વાર ફરીથી પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું. જો કે સુરક્ષાદળોની સતર્કતા અને ફાયરિંગ બાદ તે ડ્રોન ગાયબ થઈ ગયું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube