Lawrence Bishnoi Gang New Shootout: કેનેડા બાદ હવે અમેરિકામાં પણ લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાડ ગેંગ અહેવાલોમાં છે. આ ગેંગ સાથે સંકળાયેલા રોહિત ગોદારાએ કેલિફોર્નિયામાં થયેલા ગોળીબારની જવાબદારી લીધી છે. સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટમાં તેણે આની જવાબદારી લીધી અને તેનું કારણ પણ જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે અમેરિકાના કેલિફોર્નિયામાં થયેલા આ ગોળીબારમાં સ્ટોકટન શહેરમાં સુનીલ યાદવ ઉર્ફે ગોલીની હત્યા કરવામાં આવી છે. પાકિસ્તાનથી ભારતમાં આવતા ડ્રગ્સમાં સુનીલ યાદવ એક મોટું નામ હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોરેન્સ બિશ્નોઈ ગેંગના રોહિત ગોદારાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું, “રામ-રામ જય શ્રી રામ તમામ ભાઈઓને…હું રોહિત ગોદારા ગોલ્ડી બરાડ… ભાઈઓ જે આજે કેલિફોર્નિયા સ્ટોકટનમાં મકાન નંબર 6706 માઉન્ટ એલ્બર્સ વ્હાર્ઈ અમેરિકા સુનિલ યાદવ ઉર્ફે ગોલિયા વિરામ ખેડાની હત્યા થઈ છે, તેની સંપૂર્ણ જવાબદારી અમે લઈએ છીએ. તેઓએ પંજાબ પોલીસ સાથે મળીને અમારા સૌથી પ્રિય ભાઈ અંકિત ભાદુનું એકાઉન્ટ કરાવ્યું હતું, જેનો અમે બદલો લીધો છે...અને જે પણ લોકો સામેલ છે, તે પછી ગમે તે હોય.. દરેકનો હિસાબ થશે.


લોરેન્સ ગેંગની મુખબિરી કરવાનો પણ લગાવ્યો આરોપ
રોહિત ગોદરાએ વધુમાં લખ્યું, "ભાઈઓ તેઓએ સમગ્ર પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના યુવાનોને ડ્રગ્સના બંધાણી બનાવી દીધા. તેઓ પોલીસ સાથે મળીને ડ્રગ્સ વેચે છે. તેમના પર ગુજરાતમાં 300 કિલો ડ્રગ્સની ફરિયાદ છે અને તેમની પાસે વોરન્ટ છે. જ્યારે અમને ખબર પડી કે અંકિત ભાદુ ભાઈના એકાઉન્ટમાં તેમનો હાથ છે તો આ મોતના ડરથી પોલીસની મદદથી અમેરિકા ભાગી ગયો. ત્યાં જઈને અમારા ભાઈઓ વિશે માહિતી આપતો હતો. એ લોકોને એવું બોલતો હતો કે ગ્રુપ અમારું શું બગાાડશે. અમે તો ખુદ ઈન્ટેલિજન્સ પોલીસમાં ભરતી છીએ. એ અમારા ગ્રુપનો ભાગ જણાવીને અમારા ભાઈઓની પોલીસને સૂચના આપતો હતો. આ પોસ્ટમાં ગોદારાએ ચેતવણી આપતા વધુમાં લખ્યું છે કે, અમારા જેટલા પણ દુશ્મન છે તે તૈયાર રહે...દુનિયાના કોઈપણ ખૂણે જાઓ, અમે બધા સુધી પહોંચીશું.


નકલી પાસપોર્ટ બનાવીને બે વર્ષ પહેલા ભાગ્યો હતો અમેરિકા
સુનીલ યાદવ મૂળરૂપથી અબોહર ફાઝિલકનો રહેવાસી હતો અને તે અગાઉ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો હતો. તે એક મોટો ડ્રગ્સ માફિયા હતો, જે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતો હતો. રાજસ્થાન પોલીસે થોડા સમય પહેલા તેની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. તમને જણાવી દઈએ કે સુનીલ યાદવનું એક કન્સાઈનમેન્ટ થોડા વર્ષો પહેલા ભારતમાં પકડાયું હતું. તેમાં લગભગ 300 કરોડ રૂપિયાનો સામાન હતો. સુનીલ યાદવ લગભગ 2 વર્ષ પહેલા નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને અમેરિકા ભાગી ગયો હતો. તેમનો આ પાસપોર્ટ દિલ્હીથી રાહુલના નામે બન્યો હતો. તે જ સમયે રોહિત ગોદારા પવનના નામે નકલી પાસપોર્ટ લઈને અમેરિકા ગયો હતો.