વાયરલ સમાચાર: દારૂ પીધા બાદ ગાડી ચલાવવા પર ઘણી વખત એવા કાંડ થાય છે, જેના પરિણામો જીવનભર ભોગવવા પડે છે. પરંતુ કેટલાક એવા લોકો પણ હોય છે જે અલગ લેવલના જ કાંડ કરી બેસે છે. આવી જ એક ઘટના અમેરિકામાં બની છે. જ્યાં એક શખ્સે તો તમામ હદ પાર કરી દીધી, શખ્સ દારૂ પીને પોલીસની કાર જ ચોરી કરી. જી હાં, તમે બરોબર સાંભળ્યું. એક શખ્સે દારૂ પીધા બપાદ પોલીસની કાર ચોરી કરી લીધી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના અમેરિકાની છે
આ ઘટના અમેરિકાના કોલોરાડોની છે. જ્યાં એક શખ્સે કથિત રીતે પોલીસ પેટ્રોલિંગ કાર ચોરી કરી. જ્યારે આ શખ્સે પોલીસની કાર ચોરી કરી ત્યારે તે નશામાં હતો. એટલું જ નહીં જ્યારે આ શખ્સે પોલીસની કાર ચોરી કરી તે સમયે પોલીસને કોઈ ફરિયાદીનો કોલ પણ આવ્યો હતો અને ચોરે તે કોલ એટન્ડ પણ કર્યો હતો.


હવે આજ જોવાનું બાકી હતું..! આ દેશમાં સરકારી ટીવી ચેનલ પર શીખવાડે છે પેટ્રોલ-ડીઝલ ચોરી કરવાની રીત


પછી શું થયું?
તમને જણાવી દઈએ કે, શખ્સનું નામ Jeremiah James Taylor છે અને તે 33 વર્ષનો છે. જોકે, બાદમાં પોલીસે તેને પકડી લીધો અને તેની પર 8 ચાર્જ લગાવ્યા છે. આ ઘટના ગત સોમવારની હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે તે શખ્સે દારૂ પીધો હતો અને તે કથિત રીતે પોલીસ પેટ્રોલિંગની કાર ચોરી કરી ભાગી ગયો હતો.


શિવસેનાના વધુ એક ધારાસભ્ય શિંદે જૂથમાં થશે સામેલ, ઉદય સામંત ગુવાહાટી માટે રવાના


એટલું જ નહીં જ્યારે કે કાર ચોરી કરી ભાગ્યો તે સમયે પોલીસને તે કાર પર એક ઘરેલું હિંસાને લઇને ફરિયાદ પણ આવી હતી. જે બાદ દારૂના નશામાં તે શખ્સે કોલનો રિસ્પોન્ડ પણ આપ્યો અને શખ્સ તે જગ્યા પર પહોંચ્યો જ્યાંથી ફરિયાદ આવી હતી. પોલીસને આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. પરંતુ તે પહેલા જ શખ્સ ત્યાંથી પૂરપાટ ઝડપે કાર લઇને ફરાર થઈ ગયો અને તેણે સ્પીડના કાયદાનો ભંગ પણ કર્યો. જોકે, દારૂના નશામાં ઓવર સ્પીડમાં કાર ચલાવી રહેલો શખ્સ ઝાડ સાથે અથડાયો અને પોલીસે તેને પકડી લીધો. તેને થોડી ઇજાઓ પણ થઈ હતી જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube